Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > નેઇલ આર્ટમાં દરિયાઈ રોમાંચ

નેઇલ આર્ટમાં દરિયાઈ રોમાંચ

Published : 03 July, 2026 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરિયાનાં મોજાં, મોતીની ચમક અને જળપરીની કાલ્પનિક દુનિયાથી પ્રેરિત આ નવો ક્રેઝ મિનિમલિસ્ટ અને મેક્સિમલિસ્ટ બન્ને ફૅશન-લવર્સને પસંદ પડી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બદલાતી સીઝન સાથે લાઇફસ્ટાઇલ અને ફૅશનમાં પણ રિફ્રેશિંગ બદલાવ જરૂરી બની જાય છે. કપડાંથી લઈને ફુટવેઅર સુધી મૉન્સૂન-ફૅશન અપનાવ્યા બાદ હવે 
ફૅશન-લવર્સ નેઇલ આર્ટમાં પણ નવો પ્રયોગ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અત્યારે જે ઓશન ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે એ છે શેલ નેઇલ્સ. આ આર્ટ કૂલ અને એલિગન્ટ લુક આપે છે. એ માત્ર લાઉડ કે ભપકાદાર નથી પરંતુ નખને રિચ, આકર્ષક અને સમકાલીન લુક આપે છે. 

શું છે શેલ નેઇલ્સ ટ્રેન્ડ?
આ આર્ટમાં તમારા નખ પર સમુદ્રના શંખ અને છીપલાં જેવી ડિઝાઇન્સ અને ટેક્સ્ચર તૈયાર કરવામાં આવે છે જે આ વરસાદી સીઝન સાથે પર્ફેક્ટ મૅચ થાય છે. આ ટ્રેન્ડ મુખ્યત્વે બે રીતે ફૅશનવર્લ્ડમાં રાજ કરી રહ્યો છે. 3D શેલ ઇફેક્ટ સ્ટાઇલમાં નેઇલ આર્ટિસ્ટ તમારા નખ પર લાઇટ કલરનું બેઝ લગાવીને એના પર સ્પેશ્યલ બિલ્ડર જેલની મદદથી શંખ જેવા કુદરતી કાપા કે રેખાઓ ઊભી કરે છે. ત્યાર બાદ એને સૅન્ડી બ્રાઉન, બેજ કે સી-ગ્રીન શેડ્સથી સજાવવામાં આવે છે. આ લુકને વધુ કલાત્મક બનાવવા માટે એના પર નાનાં આર્ટિફિશ્યલ મોતી પણ ચોંટાડવામાં આવે છે જે પાણીનાં ટીપાં જેવો ભાસ કરાવે છે. બીજી છે 2D મર્મેઇડ ઇફેક્ટ. જો તમને નખ પર વધુ પડતું ટેક્સ્ચર ન ગમતું હોય તો તમે જળપરીની વાર્તાઓથી પ્રેરિત લુક અપનાવી શકો છો. આ ચોમાસામાં ઍક્વા બ્લુ, લાઇટ ગ્રીન કે સૉફ્ટ પેસ્ટલ કલર્સ લગાવીને એના પર મૅટ ક્રોમ ફિનિશ અથવા ટ્રાન્સપરન્ટ ગ્લિટરનું સિંગલ લેયર લગાવવામાં આવે છે. એનાથી નખ પર જળપરીનાં ભીંગડાં જેવી શાઇની અને કલર બદલતી ઇફેક્ટ મળે છે જે વરસાદના પાણીમાં અદ્ભુત ચમકે છે.



કેવી રીતે કરાવશો આ ડિઝાઇન?
આ ટ્રેન્ડ તદ્દન નવો હોવાથી જો તમે સૅલોંમાં જઈ રહ્યા હો તો આ બાબતોનું ધ્યાન રાખો. જો મોતીવાળો લુક જોઈતો હોય તો પહેલાંથી જ બ્રાઉન અથવા બેજ શેડ્સ પસંદ કરી લો. આર્ટિસ્ટ જેલ લગાવે ત્યારે ધ્યાન રાખો કે એ બહુ જાડું કે વિચિત્ર ન લાગે. જો મર્મેઇડ લુક જોઈતો હોય તો સિંગલ કોટ કલર પર મેટ ક્રોમ ફિનિશ અથવા હળવા ગ્લિટરનો આગ્રહ રાખો. જો વધુ પ્રયોગાત્મક બનવું હોય તો દરેક આંગળી પર અલગ-અલગ પણ એકબીજાને મૅચ થતા પેસ્ટલ કલર્સ લગાવીને એના પર ગ્લિટર ફિનિશ કરાવો.


કેવા પ્રસંગોમાં એને લગાવી શકાય?
જો તમે કોઈ હિલ-સ્ટેશન કે બીચ રિસૉર્ટ પર વીક-એન્ડ પ્લાન કરી રહ્યા હો તો આ નેઇલ ટ્રેન્ડ તમારા ટૂરિસ્ટ-લુકને ૧૦૦ ટકા પર્ફેક્ટ અને ફોટોજેનિક બનાવશે. 
બ્રાઇડ્સ અથવા તેમની ફ્રેન્ડ્સ પોતાની મેંદી સંગીત કે કૉકટેલ પાર્ટીના પેસ્ટલ આઉટફિટ્સ સાથે મોતીવાળી 3D શેલ આર્ટ પસંદ કરી શકે છે જે ખૂબ જ રૉયલ લાગે છે.
ચોમાસા દરમ્યાન આવતા તહેવારો, કૉલેજ-ફંક્શન્સ કે ફ્રેન્ડ્સ સાથેની કૅઝ્યુઅલ કૅફે મુલાકાતો માટે આ મર્મેઇડ ક્રોમ ઇફેક્ટવાળી શેલ આર્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.
જો તમે વર્કિંગ વુમન હો તો વાદળછાયા વાતાવરણમાં મૂડ લાઇટ કરવા માટે બિલ્ડર જેલ સ્કિપ કરીને માત્ર સૉફ્ટ વૉટર-બ્લુ કે ન્યુડ કલર પર ક્લીન લાઇન્સ સાથેની મિનિમલ 2D શેલ ડિઝાઇન કરાવી શકો છો. એ પ્રોફેશનલ અને ટ્રેન્ડી બન્ને લાગશે.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2026 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK