ફુટવેઅર ફૅશનમાં સ્ટ્રેપી સૅન્ડલ એથ્નિક અને મૉડર્ન સ્ટાઇલનું ફ્યુઝન છે ત્યારે કયા પ્રકારનાં સૅન્ડલ કયાં આઉટફિટ્સ પર પહેરવાં એ જાણી લો
સમન્થા રુથ પ્રભુ
સ્ટ્રૅપી સૅન્ડલ ફુટવેઅર ફૅશનનો એવરગ્રીન અને સ્ટાઇલિશ ટ્રેન્ડ છે. અભિનેત્રીઓ છાશવારે સ્ટ્રૅપ્સવાળાં સૅન્ડલ ફ્લૉન્ટ કરતી હોય છે ત્યારે તાજેતરમાં હિન્દી અને સાઉથની ફિલ્મોની અભિનેત્રી સમન્થા રુથ પ્રભુએ પણ થાઇ-સ્લિટ ડ્રેસ સાથે હીલ્સવાળાં સ્ટ્રૅપી સૅન્ડલ પહેર્યાં હતાં. ત્યાર બાદ આ ટ્રેન્ડ વિશે સોશ્યલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ પ્રકારનાં સૅન્ડલ કૅઝ્યુઅલ્સ અને એલિગન્ટ લુક માટે પર્ફેક્ટ ચૉઇસ માનવામાં આવે છે ત્યારે માર્કેટમાં આ સૅન્ડલ આઉટફિટ્સના હિસાબે અલગ-અલગ ટાઇપમાં આવી રહ્યાં છે.
મિનિમલિસ્ટ સૅન્ડલ : એકદમ પાતળી પટ્ટી અને ન્યુડ કલર્સના શેડમાં સિમ્પલ લુક આપતાં સ્ટ્રૅપી સૅન્ડલ ટ્રેન્ડમાં છે. એ દેખાવમાં વર્સટાઇલ લાગતાં હોવાથી કોઈ પણ આઉટફિટમાં સૂટ થઈ જાય છે. ખાસ કરીને મૅક્સી ડ્રેસ પર એ વધુ સારાં લાગી શકે છે.
ADVERTISEMENT
લેસ-અપ સ્ટાઇલ : આ પ્રકારનાં સ્ટ્રૅપી સૅન્ડલમાં પગની આસપાસ ઝિગઝૅગ પૅટર્નમાં બાંધવા જેવી પટ્ટીઓ હોય છે. પાર્ટી-લુક્સ માટે આવાં સૅન્ડલ બહુ સારાં લાગે છે. મોટા ભાગે એ વેસ્ટર્ન આઉટફિટ્સમાં વધુ સૂટ થાય છે. બોલ્ડ અને ટ્રેન્ડી લુક જોઈતો હોય અને હાઇટ પણ હોય તો હીલ્સ વગરનાં આવાં સૅન્ડલ તમારા લુકને સ્ટાઇલિશ બનાવશે.
ઍન્કલ સ્ટ્રૅપ સૅન્ડલ : આ સૅન્ડલમાં બંધ કરવાની પટ્ટી ઍન્કલ પાસે હોય છે તેથી એને ઍન્કલ સ્ટ્રૅપ કહેવામાં આવે છે. એ પગને સારી ગ્રિપ આપવામાં મદદ કરે છે. દેખાવમાં પણ એ ફૅશનેબલ લાગતાં હોવાથી ફોટોશૂટ કે ફૅશન ઇવેન્ટમાં પહેરશો તો ક્લાસિક લાગશે. સમન્થાએ જે સૅન્ડલ પહેર્યાં છે એ ઍન્કલ સ્ટ્રૅપ સૅન્ડલ જ છે, પણ તેણે પાતળી હીલ્સવાળા પહેર્યાં હોવાથી તેના ડ્રેસ પર વધુ સૂટ કરી રહ્યાં છે.
બ્લૉક હીલ્સ : સ્ટ્રૅપ્સવાળાં સૅન્ડલ ફ્લૅટ, હીલ્સ અને બ્લૉક હીલ્સમાં આવે છે. બ્લૉક હીલ્સ પગને કમ્ફર્ટ આપે છે અને એ દેખાવમાં પણ સ્ટાઇલિશ લાગે છે. શૉર્ટ ડ્રેસ, સ્કર્ટ અથવા બીજા કૅઝ્યુઅલવેઅરમાં તમે બ્લૉક હીલ્સવાળાં સૅન્ડલ પહેરી શકો.
બોલ્ડ કલર્સ અને મેટલિક ફિનિશ : માર્કેટમાં સ્ટ્રૅપ્સવાળાં સૅન્ડલ મોટા ભાગે ગોલ્સ, સિલ્વર અને મેટલિક ફિનિશવાળાં હોય છે. પગને હાઇલાઇટ કરવા હોય તો નિયૉન અને બ્રાઇટ પિન્ક જેવા પૉપ-અપ કલર્સના ઑપ્શન્સ પણ મળી રહેશે.
સ્ટાઇલિંગ ટિપ્સ
સ્ટ્રૅપી સૅન્ડલ સાથે પેડિક્યૉર કરાવવું જરૂરી છે, કારણ કે આવાં સૅન્ડલમાં પગ ખુલ્લા રહે છે.
સ્ટ્રૅપ્સનું ફિટિંગ ચકાસવું. બેહદ ટાઇટ અથવા ઢીલાં હશે તો તમારા પગમાં સૂટ નહીં થાય.
ફુટવેઅરના કલર અને આઉટફિટમાં કંઈક કૉમ્પ્લીમેન્ટિંગ કો-ઑર્ડિનેશન રાખો.

