મોટી સાઇઝની રિંગ્સ પહેરવી એ સ્ટાઇલ સ્ટેટમેન્ટ માનવામાં આવે છે. આવી સ્ટેટમેન્ટ રિંગ તમારી ફૅશનને વધુ ફૅશનેબલ બનાવશે
સુપરસાઇઝ્ડ રિંગનો ટ્રેન્ડ
લાઇફનો સૌથી રોમાંચક ભાગ છે દુલ્હન બનવું. આ સમયગાળામાં આઉટિફટ્સ, મેકઅપ, મેંદીની ડિઝાઇન અને જ્વેલરીની દરેક વિગત મહત્ત્વની હોય છે. એમાં સેલિબ્રિટીઝ નવા ફૅશન-ગોલ્સ આપે છે. આજકાલ વિદેશી સેલિબ્રિટીઝ સુપરસાઝ્ડ એટલે મોટા કે હીરાની રિંગ ફ્લૉન્ટ કરી રહી છે. આ ટાઇપની રિંગ આલિયા ભટ્ટ અને શિલ્પા શેટ્ટીએ પણ પહેરી હતી ત્યારે એ ચર્ચાનું કેન્દ્ર બની હતી. બધાં જ ઘરેણાં પહેરવાને બદલે એક સ્ટેટમેન્ટ પીસ તમારા લુકને કમ્પ્લીટ કરવાની તાકાત રાખે છે. ખાસ કરીને એન્ગેજમેન્ટ બ્રાઇડ તેની સગાઈમાં ગ્લૅમરસ લુક અને પર્સનલ ટચ આપી શકાય એ માટે સુપરસાઝ્ડ રિંગ પહેરવાનું વધુ પસંદ કરી રહી છે.
ADVERTISEMENT
તાજેતરમાં અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટે જે રિંગ પહેરી હતી એ ઍન્ટિક અને હેરિટેજ સ્ટાઇલના કટ ડાયમન્ડની રિંગ છે. આ રિંગને એન્ગેજમેન્ટ અને વેડિંગ ઉપરાંત ફૉર્મલ ઇવેન્ટ્સ એટલે કે કૉકટેલ પાર્ટી, રેડ કાર્પેટ કે રિસેપ્શન જેવા પ્રસંગો માટે પર્ફેક્ટ ચૉઇસ માનવામાં આવે છે. વાઇટ ગોલ્ડ કરતાં યલો ગોલ્ડમાં વધુ સ્પાર્ક હોવાથી ફોટોશૂટમાં પણ આ રિંગ ગ્લૅમરસ લુક આપે છે. તેની આ રિંગ કલ્ચરલ મોમેન્ટ છે જે મૉડર્ન શાઇન અને પર્સનલાઇઝેશનનું પર્ફેક્ટ મિક્સ છે. આ ઉપરાંત સૉલિટેર વિથ હેલો ડિઝાઇનની રિંગ પણ લોકો બહુ પસંદ કરી રહ્યા છે. એમાં મિડલમાં મોટો ડાયમન્ડ કે સ્ટોન હોય છે અને આસપાસ નાના સ્ટોન્સ હોય છે. ઓવલ અને એમરલ્ડ કટ સ્ટોન્સની રિંગ પણ અત્યારે વધુ ટ્રેન્ડમાં છે. એનું કારણ એ છે કે એ આંગળીઓને લાંબી દેખાડે છે. જો તમારે ડાયમન્ડ પહેરવો જ હોય અને બજેટ થોડું ટાઇટ હોય તો લૅબ-ગ્રોન ડાયમન્ડ સસ્તો અને શાઇનિંગ વિકલ્પ છે. યુવા કપલ્સમાં આ રિંગ બહુ પૉપ્યુલર છે. બાકી રુબી, સૅફાયર અને એમરલ્ડ જેવા કલર્ડ સ્ટોન્સ પર્સનલ ટચ માટે સારો વિકલ્પ ગણાય છે. હાથમાં બોલ્ડ અને મૉડર્ન સ્ટેટમેન્ટ તરીકે રિંગ પહેરવી હોય તો ડબલ બૅન્ડ અને વાઇડ બૅન્ડ રિંગ તમારા લુકમાં ચાર ચાંદ લગાવશે.
કેવા હાથમાં કેવી રિંગ શોભે?
જેમની આંગળીઓ પાતળી અને લાંબી હોય તે યુવતીઓને ઓવલ અથવા સૉલિટેર રિંગ સારી લાગશે. નાની આંગળીઓ ધરાવતી યુવતીઓને રાઉન્ડ કટ અને મિલિમલ સૉલિટેર રિંગ બંધબેસતો ઑપ્શન છે. મોટા હાથ અને પહોળી આંગળીઓ હોય તો સુપરસાઇઝ્ડ રિંગ અને વાઇડ બૅન્ડ સારાં લાગે. થોડો ડ્રામૅટિક લુક જોઈતો હોય તો કલરવાળા સ્ટોનની અથવા હૅલો ડિઝાઇનની રિંગ પહેરવી. તમે આ એક રિંગ પહેરશો તો તમને હાથમાં બીજી નાની રિંગ્સ, બ્રેસલેટ કે હેવી નેકલેસ, ઇઅર-રિંગ્સ પહેરવાની જરૂર નહીં પડે. આવી રિંગ્સ પર બધું જ મિનિમલ રાખો તો વધુ સારું લાગશે અને રિંગ હાઇલાઇટ થશે.

