Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > સમરમાં ક્યુબન કૉલર શર્ટ પહેરીને દેખાઓ કૂલ

સમરમાં ક્યુબન કૉલર શર્ટ પહેરીને દેખાઓ કૂલ

Published : 14 May, 2026 07:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુરુષોમાં ક્યુબન કૉલરનાં શર્ટ ખૂબ ટ્રેન્ડમાં છે. આ ડિઝાઇનને કારણે ગળામાં પરસેવો વધુ વળતો નથી અને લુકને એકદમ રિલૅક્સ્ડ બનાવે છે. બીચ અને વેકેશન લુક માટે આ એકદમ પર્ફેક્ટ સ્ટાઇલ છે...

ક્યુબન કૉલર શર્ટ

ક્યુબન કૉલર શર્ટ


જો તમે આ ઉનાળામાં સ્ટાઇલિશ, આરામદાયક અને થોડો અલગ લુક મેળવવા માગતા હો તો ક્યુબન કૉલર શર્ટ તમારા વૉર્ડરોબમાં હોવું જ જોઈએ. સામાન્ય શર્ટમાં કૉલર બંધ હોય છે અને એને ટાઇ સાથે પહેરી શકાય છે, પરંતુ ક્યુબન કૉલર શર્ટ એની ખાસ ઓપન ડિઝાઇન માટે જાણીતાં છે. આ શર્ટમાં ઉપરનું બટન હોતું નથી જેને કારણે એ ગળા પાસે V શેપ બનાવે છે. આ ડિઝાઇન ઉનાળામાં ગરદન પાસે હવા-ઉજાસ જાળવી રાખે છે અને લુકને એકદમ રિલૅક્સ્ડ બનાવે છે.

ખાસિયત શું? 
વર્સેટાઇલ : આ શર્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે એ કૅઝ્યુઅલ અને સેમી-ફૉર્મલ બન્ને લુકમાં ફિટ બેસે છે. 
બ્રીધેબલ ફૅબ્રિક : મોટા ભાગે આ શર્ટ લિનન, કૉટન કે રેયૉન મટીરિયલમાં જોવા મળે છે, જે પરસેવો શોષી લે છે અને ગરમીમાં ઠંડક આપે છે. 
ફ્લૅટરિંગ કટ : એની ચોરસ આકારની બૉક્સી અને લૂઝ ફિટિંગ ડિઝાઇન દરેક બૉડી-ટાઇપ પર સારી લાગે છે.

કેવી રીતે પહેરશો?
બીચ અથવા વેકેશન લુક : જો તમે બીચ પર કે કોઈ હિલ-સ્ટેશન પર જઈ રહ્યા હો તો ફ્લોરલ અથવા ટ્રૉપિકલ પ્રિન્ટવાળું ક્યુબન કૉલર શર્ટ પસંદ કરો. એને ચિનો શૉર્ટ્સ અને વાઇટ સ્નીકર્સ સાથે પહેરો.

સ્માર્ટ કૅઝ્યુઅલ : પ્લેન અથવા સૉલિડ કલરના જેમ કે ઑલિવ ગ્રીન કે નેવી બ્લુ ક્યુબન શર્ટને ઑફ વાઇટ લિનન પૅન્ટ સાથે પહેરો. આ લુકમાં તમે લોફર્સ પહેરીને વધુ ક્લાસી દેખાઈ શકો છો. 
લેયરિંગ ગેમ : જો તમારે થોડો વધુ બોલ્ડ લુક જોઈએ છે તો અંદર પ્લેન વાઇટ ટી-શર્ટ પહેરીને ઉપર ક્યુબન શર્ટને ઓપન રાખો.

કલર્સ અને પ્રિન્ટની પસંદગી
આ વર્ષે ટેરાકોટા, સૅન્ડ બેજ અને સૅલ્મન પિન્ક ખૂબ ટ્રેન્ડમાં છે. જો તમે પ્રિન્ટના શોખીન હો તો વર્ટિકલ સ્ટ્રાઇપ્સ ટ્રાય કરો. એ તમને થોડા લાંબા અને પાતળા દેખાડવામાં મદદ કરશે.

ફૅશન-ટિપ
 ક્યુબન કૉલર શર્ટ પહેરતી વખતે ધ્યાન રાખો કે એ વધારે પડતું લાંબું ન હોય. આ શર્ટની લંબાઈ કમર સુધી હોય તો જ એ પર્ફેક્ટ લુક આપે છે. એને પૅન્ટની અંદર ખોસવાને બદલે બહાર રાખવાથી એની સાચી સુંદરતા બહાર આવે છે. 
 ક્યુબન કૉલર શર્ટ એક ક્લાસિક રેટ્રો વાઇબ આપે છે અને સાથે-સાથે મૉડર્ન ફૅશન સાથે જોડી રાખે છે. તો આ ઉનાળે ટ્રેડિશનલ શર્ટ્સને થોડો આરામ આપો અને ક્યુબન કૉલર સાથે તમારી ફૅશન-ગેમને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK