Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > બોટોક્સ કપ કેક : ડિઝર્ટની યાદીમાં નવું નામ ઉમેરાયું

બોટોક્સ કપ કેક : ડિઝર્ટની યાદીમાં નવું નામ ઉમેરાયું

Published : 25 July, 2026 04:41 PM | IST | Mumbai
Darshini Vashi

બે બેસ્ટ ફ્રેન્ડે સાથે મળીને બાંદરામાં નૉટ ફાર નામનું કૅફે શરૂ કર્યું છે જ્યાં લગભગ દરેક આઇટમ જરા હટકે રીતે મળે છે, એક મહિના પહેલાં બાંદરામાં શરૂ કરવામાં આવેલા કૅફેમાં સર્વ કરવામાં આવતી બોટોક્સ કપ કેકે અનેક કુકીઝ-લવર્સનું ધ્યાન ખેંચ્યું છે.

બોટોક્સ કપ કેક : ડિઝર્ટની યાદીમાં નવું નામ ઉમેરાયું

બોટોક્સ કપ કેક : ડિઝર્ટની યાદીમાં નવું નામ ઉમેરાયું


છેલ્લા થોડા વખતમાં કુકીઝની અંદર એટલું બધું કસ્ટમાઇઝેશન કરવામાં આવ્યું છે કે કુકીઝ હવે કેક, આઇસક્રીમ વગેરે બની ગઈ છે. જોકે ઘણી વખત એની અંદર કરવામાં આવેલું કસ્ટમાઇઝેશન સફળ પણ થઈ જતું હોય છે અને લોકોનું ધ્યાન પણ ખેંચતું હોય છે. એક મહિના પહેલાં બાંદરામાં શરૂ કરવામાં આવેલા કૅફેમાં સર્વ કરવામાં આવતી બોટોક્સ કપ કેકે અનેક કુકીઝ-લવર્સનું ધ્યાન ખેંચ્યું છે.
બાંદરામાં બે ફ્રેન્ડે મળીને એક કૅફે શરૂ કર્યું છે જેનું નામ નૉટ ફાર છે. એનું મુખ્ય આકર્ષણ છે અહીંની બોટોક્સ કપ કેક. અલગ-અલગ ફ્લેવરની કપ કેકની સાથે બોટોક્સ ફિલર પણ આવે છે. આ વિશે નૉટ ફારનાં કો-ફાઉન્ડર નતાશા નાઝીર કહે છે, ‘મેં અને મારી ફ્રેન્ડ ફરહીન ખાને સાથે મળીને આ સાહસ કર્યું છે. અમે પહેલાં કુકીઝનું ક્લાઉડ કિચન ચલાવતાં હતાં. અમારી કુકીઝ લોકોને ભાવવા લાગી હતી. એમાં અમે નવું-નવું વેરિએશન પણ લાવતાં હતાં. એક દિવસ અમને વિચાર આવ્યો કે આપણે એક કૅફે જ શરૂ કરી દઈએ. અમે તરત જ એ વિચારને અમલમાં પણ મૂકવાનું શરૂ કરી દીધું. આમ તો અહીં ઘણી યુનિક કુકીઝ અને બીજી વરાઇટી મળે છે, પરંતુ બોટોક્સ કપ કેક લોકોનું ધ્યાન ખેંચી રહી છે. એમાં જે-તે કપ કેકની સાથે બોટોક્સ ફિલર આવે છે. 
એને તમે કપ કેકની અંદર ઇન્જેક્ટ કરીને ખાઈ શકો છો. એમાં મૅન્ગો, ચૉકલેટ જેવી ફ્લેવર આવે છે.’
અહીંની હૉટ ફેવરિટ આઇટમમાં ડાર્ક સાઇડ કુકીઝ આવે છે જે ડબલ ચૉકલેટ કુકીઝ છે. 
એમાં પંચાવન ટકા ડાર્ક ચૉકલેટ હોય છે. એને ઘણા લોટસ મલાઈ આઇસક્રીમ સાથે ખાતા હોય છે. બીજી આવે છે બાલાજી વૉફ વૉફ કુકીઝ. એમાં કુકીઝની ઉપર વેફરનાં પીસ મૂકેલાં આવે છે. આ સિવાય લેમન કુકીઝ પણ મળે છે. કૉફી અને ડાયટ કોકનું મિશ્રણ કરીને પીરસવામાં આવતી ડર્ટી કોક પણ હટકે વરાઇટીની યાદીમાં આવે છે. આ સિવાય અહીં બીજી પણ 
યુનિક આઇટમો મળે છે. કૅફેમાં હૅન્ડ-ગ્લવ્સ પણ આપવામાં આવે છે જેથી ખાતી વખતે કસ્ટરમના હાથ ખરાબ ન થાય. આ કૅફે પેટ-ફ્રેન્ડ્લી પણ છે.
ક્યાં મળશે? : નૉટ ફાર, ઇઝાબેલા 
હાઉસ, ડૉ. આંબેડકર રોડ, પાલી વિલેજ, બાંદરા-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 04:41 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK