Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

વેજીસ ​રિ‍‍ગ

Published : 22 June, 2026 03:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌપ્રથમ ગાજર, બીન્સ, કૅપ્સિકમ, અન્યન, સ્પ્રિંગ અન્યન, ફૂલકોબી અને કોબીને બારીક સમારી લો. વટાણા અને ફૂલકોબીને થોડું મીઠું નાખીને પાંચથી ૧૦ મિનિટ માટે બાફી લો. ત્યાર બાદ એને ગાળી, ધોઈને સંપૂર્ણ કોરા કરી લો.

વેજીસ ​રિ‍‍ગ

વેજીસ ​રિ‍‍ગ


સામગ્રી : ગાજર ૧ કપ (બારીક સમારેલું), ફ્રેન્ચ બીન્સ ૧ કપ (બારીક સમારેલી), કૅપ્સિકમ / બેલ પેપર ૧ કપ (બારીક સમારેલું), બાફેલા લીલા વટાણા ૧ કપ, અન્યન ૧ કપ (બારીક સમારેલો), સ્પ્રિંગ અન્યન (લીવ્સ સહિત) ૧ કપ (બારીક સમારેલો), ફૂલકોબી ૧ કપ (બારીક સમારેલી), કોબી ૧ કપ (બારીક સમારેલી), બટાટા ૧ કપ (ખમણેલા), કોથમીર ૧ કપ (બારીક સમારેલી), આદું-મરચાં-લસણની પેસ્ટ બે ચમચી, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો ૧ ચમચી, આમચૂર પાઉડર ૧ ચમચી, શેકેલો ચણાનો લોટ જરૂર મુજબ (બાઇન્ડિંગ માટે), મલ્ટિગ્રેન બ્રેડ ક્રમ્બ્સ બે કપ, કૉર્નફ્લોર સ્લરી જરૂર મુજબ, તળવા માટે તેલ
બનાવવાની રીત : સૌપ્રથમ ગાજર, બીન્સ, કૅપ્સિકમ, અન્યન, સ્પ્રિંગ અન્યન, ફૂલકોબી અને કોબીને બારીક સમારી લો. વટાણા અને ફૂલકોબીને થોડું મીઠું નાખીને પાંચથી ૧૦ મિનિટ માટે બાફી લો. ત્યાર બાદ એને ગાળી, ધોઈને સંપૂર્ણ કોરા કરી લો. એક મોટા બાઉલમાં બધી સમારેલી શાકભાજી, બાફેલા વટાણા, ખમણેલા બટાટા, કોથમીર, આદું-મરચાં-લસણની પેસ્ટ, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું ઉમેરો. હવે બાઇન્ડિંગ માટે શેકેલો ચણાનો લોટ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મૅશ કરીને મિશ્રણ તૈયાર કરો. મિશ્રણમાંથી મોટો લૂઓ લો અને એને ગોળ આકાર આપો. વચ્ચે કાણું પાડીને રિંગનો આકાર બનાવો. તૈયાર રિંગને કૉર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરો અને પછી મલ્ટિગ્રેન બ્રેડ ક્રમ્બ્સમાં સારી રીતે કોટ કરો. કડાઈમાં તેલ ગરમ કરો. ગૅસની ફ્લેમ મીડિયમ રાખીને તૈયાર કરેલી વેજીસ રિંગને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય પછી એને બહાર કાઢીને વધારાનું તેલ શોષાઈ જાય એ માટે ટિશ્યુ પેપર પર મૂકો.
સર્વિંગ ટિપ : ગરમાગરમ વેજીસ રિંગને ગ્રીન ચટણી અથવા ટમૅટો સૉસ સાથે સર્વ કરો.
 ખાસ નોંધ : બાળકોને વધુ શાકભાજી ખવડાવવાનો આ એક સરસ અને ટેસ્ટી ઉપાય છે. ડીપ ફ્રાય કરવાની જગ્યાએ તમે આ વેજીસ રિંગને ઍર ફ્રાયરમાં થોડું તેલ બ્રશ કરીને પણ બનાવી શકો છો. આ રેસિપી નાસ્તા, પાર્ટી-સ્ટાર્ટર અથવા બાળકોના ટિફિન માટે ખૂબ જ સરસ વિકલ્પ છે.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK