બૉલ્સ વળે એવી કણક તૈયાર કરવી. પછી તળવા માટે ઘી ગૅસ પર ચડાવવું. ત્યાં બાજુમાં બાઉલમાં સાકરમાં પાણી નાખી ગૅસ પર ચાસણી બનાવવા મૂકવી
રતાળુ (શક્કરિયા)નાં ગુલાબજાંબુ
સામગ્રી : રતાળુ ૫૦૦ ગ્રામ, દૂધનો પાઉડર બે મોટા ચમચા, આરાલોટ ૧ ચમચો, બે ચપટી બેકિંગ પાઉડર, ઘી ૧ ચમચો, થોડાં બદામ-પિસ્તાં, તળવા માટે ઘી. ચાસણી - બે કપ સાકર, એલચી, કેસરના થોડા તાંતણા.
રીત : પ્રથમ રતાળુ બાફીને માવો બનાવવો. એમાં દૂધનો પાઉડર, આરાલોટ અને થોડું ઘી નાખીને હલકા હાથે મસળવું. બૉલ્સ વળે એવી કણક તૈયાર કરવી. પછી તળવા માટે ઘી ગૅસ પર ચડાવવું. ત્યાં બાજુમાં બાઉલમાં સાકરમાં પાણી નાખી ગૅસ પર ચાસણી બનાવવા મૂકવી. બેથી ત્રણ એલચીના દાણા છોલીને નાખી દવા સાકર ગળી જાય પછી બેથી ત્રણ વાર ઊકળે એટલે ગૅસ બંધ કરી દેવો. કેસરના તાંતણા નાખી દેવા. કણકના નાના-નાના બૉલ્સ બનાવી ધીમા તાપે સોનેરી રંગના તળવા. પછી ચાસણીમાં નાખી દેવા. ઉપર બદામ-પિસ્તાંની કતરણ ભભરાવી.
ADVERTISEMENT
-નીતા જોશી

