બાબુલનાથ મંદિરની બહાર ઍલિક્સર જૂસ સેન્ટર આવેલું છે જ્યાં કોલ્ડ પ્રેસ્ડ જૂસ, સીઝનલ ફ્રૂટ ઍન્ડ ક્રીમ બાઉલ અને સૅલડ રૅપ્સ જેવી અનેક વરાઇટી મળે છે
એલિક્સર જૂસ
હાલમાં જ મહાશિવરાત્રિના દિવસે બાબુલનાથ મંદિર પાસે જબરજસ્ત ભક્તોનો ધસારો થયેલો. જો તમે પણ તાજેતરમાં જ બાબુલનાથ મંદિર જઈ આવ્યા હશો તો તમારું ધ્યાન ચોક્કસ આ મંદિરના મેઇન એન્ટ્રી પૉઇન્ટની બહારની તરફ આવેલા એક જૂસ સેન્ટર પર ગયું હશે અથવા તો અહીંનો જૂસ ટ્રાય પણ કર્યો જ હશે. આપણે વાત કરી રહ્યા છીએ ઍલિક્સર જૂસ સેન્ટરની, જે નૉર્મલ જૂસ સેન્ટર કરતાં થોડું અલગ છે અને ત્યાં જૂસ ઉપરાંત બીજું ઘણું મળે છે.
ADVERTISEMENT
ગ્રીન જૂસ
‘એલિક્સર’ નામ જેટલું અટપટું છે એવું જ અહીંનું મેનુ પણ છે. જાતજાતનાં ફ્રૂટ અને વેજિટેબલ જૂસ. અલગ-અલગ સ્ટાઇલનાં સ્નૅક્સ અને સીઝનલ ફ્રૂટ ઍન્ડ ક્રીમ બાઉલ, સૅલડ, રૅપ્સ પણ મળે છે. જૂસની વાતથી શરૂઆત કરીએ તો અહીં કોલ્ડ પ્રેસ મેથડથી જૂસ કાઢવામાં આવે છે જેને લીધે જૂસની ફ્રેશનેસ અને ઓરિજિનલ ટેસ્ટ પણ સચવાયેલાં રહે છે. એમાં ઘણી અલગ-અલગ વરાઇટીના જૂસ પણ ઑફર કરવામાં આવે છે. ફૅટ બર્ન જૂસ, ગ્રીન જૂસ કે જેમાં ગ્રીન વેજિટેબલ્સ અને ગ્રીન ફ્રૂટ નાખવામાં આવે છે. રેડિયન્સ જૂસ, ડીટૉક્સ જૂસ વગેરે મળે છે. અહીં પાર્સલની ફૅસિલિટી પણ છે. તેમનો દાવો છે કે આ જૂસ પેસ્ટિસાઇડ્સ ફ્રી, વીગન, કલર રહિત છે.
આવાકાડો પીત્ઝા
હવે આવીએ ફેવરિટ સ્નૅક્સ આઇટમ્સ પર તો અહીં મિની અવાકાડો પીત્ઝા મળે છે જેનો બેઝ ઘઉંના લોટમાંથી તૈયાર કરવામાં આવેલો છે. બેઝ ઉપર અવાકાડો ઉપરાંત કૅપ્સિકમ અને અન્ય વેજિટેબલ્સ નાખવામાં આવે છે. આ સિવાય અલગ-અલગ સૅન્ડવિચ, રૅપ્સ અને સૅલડ બાઉલ પણ મળે છે. અહીં સીઝનને અનુરૂપ અલગ-અલગ ફ્રૂટ બાઉલ પણ મળે છે જેમાં કસ્ટમર પોતાની રીતે કસ્ટમાઇઝેશન પણ કરાવી શકે છે. ઉપરાંત એમાં જો ક્રીમ ઉમેરવું હોય તો એ રીતે પણ કસ્ટમાઇઝ કરવામાં આવે છે. આ સિવાય અહીં ફ્રૂટ સૅલડ પણ મળે છે. મિક્સ ફ્રૂટથી લઈને કિવીનું પણ ફ્રૂટ સૅલડ મળે છે. નો ડાઉટ, આ જૂસ સેન્ટર સાઉથ મુંબઈના પૉશ વિસ્તારમાં આવેલું હોઈ પ્રાઇસમાં તમને થોડો ફરક તો દેખાશે, પણ સાથે એમાં ક્વૉલિટી પણ તમને એવી જ મળશે.
સીઝનલ ફ્રૂટ બાઉલ
ક્યાં છે? : એલિક્સર જૂસ, બાબુલનાથ મંદિરની બહાર

