બનાવવાની રીતઃ ૪ બ્રેડ ઘીમાં શેકી લેવા. એક વાટકી પાણીમાં ૪ ચમચી સાકર, કેસર અને ૨ એલચીનો પાઉડર નાખી સાકરનું પાણી બનાવવું.
મીઠાઈ સંગમ
સામગ્રી : ૨ મોહનથાળના પીસ, ૨ કોપરાપાકના પીસ, પા કાજુ-બદામના રોટલાના પીસ, ૨૦ ગ્રામ અથવા ત્રણથી ૪ ચમચી મિલ્ક પાઉડર, ૪ બ્રેડ સ્લાઇસ ગોળ કટ કરેલી, અડધો કપ મલાઈ, દોઢ કપ દૂધ, સાકર ૪ ચમચી, પીસેલી સાકર ૨ ચમચી, ૪ એલચીનો પાઉડર, ૧ વાટકી પાણી, બ્રેડ શેકવા માટે થોડુંક ઘી
સજાવવા માટે : બારીક સમારેલાં ડ્રાયફ્રૂટ્સ
ADVERTISEMENT
બનાવવાની રીતઃ ૪ બ્રેડ ઘીમાં શેકી લેવા. એક વાટકી પાણીમાં ૪ ચમચી સાકર, કેસર અને ૨ એલચીનો પાઉડર નાખી સાકરનું પાણી બનાવવું.
મોહનથાળ, કોપરાપાક, કાજુ- બદામના રોટલાના પીસ અને બધી મીઠાઈનો ભૂકો કરવો. ગૅસ ચાલુ કરી કડાઈમાં અડધી વાટકી દૂધમાં મીઠાઈનો ભૂકો નાખી હલાવવું. તેમાં જ મલાઈ, મિલ્ક પાઉડર નાખી હલાવવું. બરાબર મિક્સ કરવું. પાઉડર સુગર નાખી લચકા પડતું થાય એટલે ઉતારી લેવું. દૂધમાં મલાઈ, સાકર મિલ્ક પાઉડર નાખી રબડી તૈયાર કરવી. બ્રેડને સાકરના પાણીમાં પલાળીને પ્લેટમાં મૂકી ઉપર મીઠાઈની થેપલી બનાવવી અને બ્રેડ પર મૂકી ઉપર બીજી બ્રેડ મૂકી દેવી. એ બ્રેડ પર રબડી પાથરવી અને ડ્રાયફ્રૂટથી સજાવવું.
- રાગિણી ગાંધી
