Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > પીત્ઝા અને રૅપનું હેલ્ધી વર્ઝન અહીં મળશે

પીત્ઝા અને રૅપનું હેલ્ધી વર્ઝન અહીં મળશે

Published : 20 June, 2026 10:01 PM | IST | Mumbai
Darshini Vashi

દહિસરમાં બે ગુજરાતી મિત્રોએ મળીને શરૂ કરેલા રૂટ્સ ઍન્ડ લવ નામના સ્ટૉલમાં ફાસ્ટ-ફૂડની અનેક વરાઇટી મળી રહેશે

પીત્ઝા અને રૅપનું હેલ્ધી વર્ઝન અહીં મળશે

પીત્ઝા અને રૅપનું હેલ્ધી વર્ઝન અહીં મળશે


ઘણી વખત એવું થતું હોય છે કે માણસ ગમે એટલો ટૅલન્ટેડ કેમ ન હોય, તેની ટૅલન્ટ બીજા કોઈની હેઠળ કામ કરીને દબાઈ જતી હોય છે. જો તે સાહસ કરીને બહાર આવે અને પોતાની અલગ ઓળખ બનાવે ત્યારે તેને અને તેની ટૅલન્ટને દુનિયા ઓળખતી થાય છે. દહિસરના હેત ગણાત્રા અને વિવેક પાઠક પણ એનું જ એક ઉદાહરણ છે. તેમણે અનેક વર્ષો બિગ નેમ હેઠળ કામ કર્યું, પરંતુ એમાં પોતાની ટૅલન્ટ બહાર આવતી ન દેખાતાં એમાંથી છૂટા થઈ ગયા અને પોતાનો જ ફૂડ-સ્ટૉલ શરૂ કરી દીધો. અહીં તેમણે પોતાની આગવી સ્ટાઇલ અને ટૅલન્ટથી લોકપ્રિય ડિશને નવી ઓળખ આપી.

દહિસર-ઈસ્ટમાં મેટ્રો સ્ટેશન નજીક થોડા મહિના પહેલાં જ રૂટ્સ ઍન્ડ લવ નામનો સ્ટૉલ શરૂ કરવામાં આવ્યો છે. એના કો-ફાઉન્ડર હેત ગણાત્રા કહે છે, ‘હું અને મારો ફ્રેન્ડ વિવેક પાઠક બન્ને હોટેલિયર છીએ. અમે ભૂતકાળમાં અનેક મોટાં નામ હેઠળ કામ કરવાનો અનુભવ ધરાવીએ છીએ. આટલાં વર્ષોના અનુભવ અને કામ પર હથોટી આવી જવાને લીધે અમે વિચાર્યું કે આપણે પોતાનું કંઈક શરૂ કરવું જોઈએ, જેમાં આપણે આપણી રીતે લોકોને કંઈક જુદું અને નવું ટેસ્ટ કરાવી શકીએ. બસ, આ સાથે અમે બન્નેએ સાથે મળીને આ સ્ટૉલ શરૂ કરવાનું સાહસ કર્યું છે. અમે બન્નેએ અમારી જૉબ છોડી દીધી છે અને હવે ફુલ ટાઇમ અમારા સ્ટૉલ પાછળ જ લાગી ગયા છીએ. એમાં અમે થોડી સીટિંગની જગ્યા પણ બનાવી છે. અમારો આ સ્ટૉલ શરૂ થયાને ચારેક મહિના જ થયા છે, પરંતુ લોકોનો રિસ્પૉન્સ ખૂબ જ સારો મળી રહ્યો છે.’




રૂટ્સ ઍન્ડ લવ સિગ્નેચર પીત્ઝા રૂ. 249 અને સુપર સ્પાઇસી રામેન બાઉલ રૂ. 219


તેમને ત્યાં મળતી વાનગીઓ વિશે વાત કરતાં હેત કહે છે, ‘દરેક ડિશને અમે હેલ્ધી વર્ઝનમાં લઈને આવ્યા છીએ. જેમ કે અમારા સિગ્નેચર પીત્ઝા અને રૅપ. એમાં ઉમેરવામાં આવતી મોટા ભાગની આઇટમ અમે ઘરે જ રેડી કરીએ છીએ, જે હાઇએસ્ટ સેલિંગ આઇટમ છે. અમે માત્ર મોમોઝને બાદ કરતાં અન્ય કોઈ પણ આઇટમની અંદર મેયોનીઝ નાખતા નથી. રૅપ બનાવવા માટે માત્ર મેંદાનો ઉપયોગ કરવાને બદલે અમે ઘઉંનો પણ ઉપયોગ કરીએ છીએ. નૉર્મલ અને એકદમ બેઝિક ડિશની અંદર પણ અમે વધારેમાં વધારે વેજિટેબલ નાખીએ છીએ. આ સિવાય અમે રામેન બાઉલ, મોમો, સૅન્ડવિચ અને મૉકટેલ્સ વગેરે પણ બનાવીએ છીએ. બધું અમે જાતે જ તૈયાર કરીએ છીએ. મોમોમાં પણ અનેક વરાઇટી અહીં છે. હવે અમે ડિઝર્ટ પણ લઈ આવવાના છીએ અને મૉન્સૂનમાં ચાટ-આઇટમ પણ રજૂ કરવા જઈ રહ્યા છીએ.’

ક્યાં મળશે? : રૂટ્સ ઍન્ડ લવ, ઓવરીપાડા મેટ્રો સ્ટેશનની બાજુમાં, શિવશક્તિ કૉમ્પ્લેક્સ, દહિસર-ઈસ્ટ


સમય : સાંજે
પાંચથી રાત્રે
૧૨ વાગ્યા સુધી

Whatsapp-channel Whatsapp-channel

20 June, 2026 10:01 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK