ગૅસ બંધ કરી કોપરાથી ગાર્નિશ કરવું. સેવ નાખવી. ગરમામગરમ સર્વ કરવું. જીરાવન મસાલો નાખવો.
ઇન્દોરી ભુટ્ટાનું કીસ
સામગ્રી: દૂધ - ૧ કપ, નારિયેળ - ૪ ટેબલ સ્પૂન, કોથમીર - ૨ ટેબલસ્પૂન, ઘી - ૨ ટેબલસ્પૂન, મરચાં-આદું ચૉપ્ડ - ૨, હિંગ - ૧/૪ ટીસ્પૂન, જીરું - ૧/૨ ટીસ્પૂન, લાલ મરચું – સ્વાદ અનુસાર, હળદર - ૧ ટીસૂપન, મીઠું – સ્વાદ અનુસાર, ખાંડ - ૧ ટીસ્પૂન, કૉર્ન - ૪ નંગ.
રીત: કૉર્ન ખમણી લેવા. પૅનમાં ઘી, હિંગ, જીરું, રાઈ, ચૉપ કરેલાં આદું-મરચાં, હળદર, ખમણેલા કૉર્ન, લાલ મરચું, દૂધ, ખાંડ નાખી ઊભરો આવે ત્યાં સુધી હલાવવું. ઢાંકીને પાંચ મિનિટ સ્લો ગૅસ પર રાંધવું. મીઠું મિક્સ કરવું. ઢાંકીને પાંચ મિનિટ રાંધવું. વચમાં હલાવવું. લીંબુનો રસ, કોથમીર નાખવાં. ગૅસ બંધ કરી કોપરાથી ગાર્નિશ કરવું. સેવ નાખવી. ગરમામગરમ સર્વ કરવું. જીરાવન મસાલો નાખવો.
ADVERTISEMENT
-દીપલ શાહ (ગડા)

