Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ૧૩,૦૦૦ રૂપિયાનો અવાકાડો ટોસ્ટ મળે છે મહાવીરનગરમાં

૧૩,૦૦૦ રૂપિયાનો અવાકાડો ટોસ્ટ મળે છે મહાવીરનગરમાં

Published : 29 August, 2026 03:11 PM | IST | Mumbai
Darshini Vashi

સુરતમાં મેક્સિકન ફૂડ માટે પ્રખ્યાત કલાકાર મેક્સિકનનું મુંબઈનું પહેલું આઉટલેટ ખૂલ્યું છે કાંદિવલીમાં : ડિશને પર્ફેક્ટ ઑથેન્ટિક ટચ આપવા માટે અહીં વિદેશથી ચીઝ અને ટમેટાં મગાવવામાં આવે છે

મહાવીરનગરમાં કલાકાર મેક્સિકન નામ સાથે જ આઉટલેટ શરૂ

ખાઈપીને જલસા

મહાવીરનગરમાં કલાકાર મેક્સિકન નામ સાથે જ આઉટલેટ શરૂ


થોડા મહિના પહેલાં સુરતના એક ભાઈ ૩૦,૦૦૦ રૂપિયામાં અવાકાડો વેચી રહ્યા છે એવા સમાચાર ન્યુઝપેપર અને ઇન્ટરનેટ પર ઘણા વાઇરલ થયા હતા. તેમનું નામ મનીત રાવલ છે. તે સુરતમાં ‘કલાકાર મેક્સિકન’ નામની ફૂડની શૉપ ધરાવે છે. તેઓ ઑથેન્ટિક અને દરેક વસ્તુ ઇન-હાઉસ બનાવવા માટે જાણીતા છે. એની હવે એક બ્રાન્ચ કાંદિવલીના મહાવીરનગરમાં શરૂ કરવામાં આવી છે.

સુરતમાં ખૂબ પ્રખ્યાત થયા બાદ મહાવીરનગરમાં કલાકાર મેક્સિકન નામ સાથે જ આઉટલેટ શરૂ કરનારા મનીત રાવલ કહે છે, ‘સુરતની જેમ મુંબઈકરો પણ ફૂડી છે એટલે હું મારી ઑથેન્ટિક ફૂડ-આઇટમ્સને અહીં લઈ આવ્યો છું. સૌથી પહેલાં મારી ફૂડ-ડિશની વાત કરું તો હું દરેકેદરેક વસ્તુ ઇન-હાઉસ બનાવું છું. બ્રેડ હોય કે પછી નાચોઝ બધું ઇન-હાઉસ જ રેડી કરવામાં આવે છે. ઑથેન્ટિક કહી શકાય એવા સાલ્સા સૉસ પણ અમે પોતે જ બનાવીએ છીએ. મારી જે પણ આઇટમમાં ચીઝ વાપરવામાં આવે છે એને અમે ઇમ્પોર્ટ કરીએ છીએ જેની કિંમત ૫૦૦૦ રૂપિયાથી લઈને ૬ લાખ રૂપિયા સુધીની છે. આવી જ રીતે સૉસ અને પેસ્ટની અંદર પણ મેક્સિકન ચટાકો લાવવા અમે ટમેટાં પણ મેક્સિકોથી મગાવીએ છીએ. એને લીધે અમારી ફૂડ-ડિશની કૉસ્ટ થોડી વધી જાય છે. એમ છતાં લોકો અહીં ક્વૉલિટી અને ઑથેન્ટિક ટેસ્ટને લીધે આવે છે. હું કોઈ પણ પ્રકારની આર્ટિફિશ્યલ વસ્તુ વાપરતો નથી. માત્ર ને માત્ર ક્વૉલિટી અને હૅન્ડમેડ વસ્તુઓને જ પ્રાધાન્ય આપું છું. છતાં જે લોકોને ઑથેન્ટિક અને ક્વૉલિટી ફૂડની ખબર છે તેઓ રેગ્યુલર અહીં આવે છે. ફૂડની ડિશની વાત કરું તો અવાકાડો ટોસ્ટ અહીં સૌથી લોકપ્રિય છે. ત્યાર બાદ અહીં નાચોઝ સૌથી વધુ વેચાતી આઈટમ છે. એમાં બ્લૅક નાચોઝ બીજે ક્યાંય નથી મળતા એ અમારે ત્યાં મળે છે. આ સિવાય મેક્સિકન પીત્ઝા, રૅપ, ફલાફલ, ટાકો વગેરે મળે છે. અમે પ્યુલ (PULE) ડૉન્કીના દૂધમાંથી બનતા ચીઝમાંથી અવાકાડો ટોસ્ટ પણ પ્રી-ઑર્ડર બનાવીએ છીએ. એમાં દુનિયાનું સૌથી મોંઘું ચીઝ વપરાતું હોવાથી એની એક ડિશની કિંમત ૧૩,૦૦૦ રૂપિયા છે.’
ક્યાં મળશે? : કલાકાર મેક્સિકન, ટેન્થ સેન્ટ્રલ મૉલની સામે, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 03:11 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK