Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮૦ વર્ષનાં લીલાવતી દેઢિયાએ નોંધાવી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં હૅટ-ટ્રિક

૮૦ વર્ષનાં લીલાવતી દેઢિયાએ નોંધાવી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં હૅટ-ટ્રિક

Published : 29 August, 2026 11:46 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મુલુંડનાં આ દાદી સાથે તેમની દોહિત્રી કૃષ્મિએ પણ ઊનના ગૂંથણથી ૧૮૦ તિરંગા બનાવીને ૩૩૦ મહિલા કલાકારો સાથે અનોખો વિશ્વવિક્રમ બનાવ્યો છે

લીલાવતી દેઢિયા દોહિત્રી કૃષ્મિ સાથે વિશાખાપટનમમાં યોજાયેલી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સની મુખ્ય ઇવેન્ટમાં

લીલાવતી દેઢિયા દોહિત્રી કૃષ્મિ સાથે વિશાખાપટનમમાં યોજાયેલી ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સની મુખ્ય ઇવેન્ટમાં


ઉંમર માત્ર એક આંકડો છે અને જો ઉત્સાહ હોય તો કોઈ પણ ઉંમરે ઇતિહાસ રચી શકાય છે. આ  વાત મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૮૦ વર્ષનાં લીલાવતી દેઢિયાએ સાબિત કરી બતાવી છે. તાજેતરમાં તામિલનાડુના ‘મનોવિકાસ મહિલામંચ’ દ્વારા વિશાખાપટનમમાં ઊનની ગૂંથણ-કળા એટલે કે ક્રોશેથી ફ્લૅગ્સ બનાવવાનો એક અનોખો વર્લ્ડ રેકૉર્ડ બન્યો જેમાં ૩૩૦થી વધુ મહિલા-કલાકારો સાથે લીલાવતીબહેન અને તેમની દોહિત્રી કૃષ્મિ પણ સામેલ હતાં. લીલાવતીબહેન આ પહેલાં પણ બે વાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં પોતાનું નામ દર્જ કરાવી ચૂક્યાં છે. એ રીતે આ તેમના વિશ્વવિક્રમની હૅટ-ટ્રિક હતી.

આ ઐતિહાસિક પ્રસંગમાં લીલાવતીબેન સાથે તેમની દીકરીની દીકરી કૃષ્મિ શીલા જિતેશ કાકુએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લીલાવતીબહેન કહે છે, ‘આ પહેલાં પણ ચેન્નઈની બીજી એક સંસ્થા સાથે જોડાઈને ૨૦૧૯માં સ્કાર્ફ બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ હતો જેમાં પણ મેં ભાગ લીધો હતો. એ પછી ૨૦૨૨માં અને હવે આ ત્રીજો વિશ્વવિક્રમ હતો. વિશાખાપટનમ બેઝ્ડ ‘મનોવિકાસ મહિલામંચ’ દ્વારા અમને ઊનનો દોરો આપવામાં આવ્યો હતો જેથી બધા કલર્સ સરખા રહે. લગભગ એક મહિનામાં જ મેં ૬ બાય ૯ ઇંચના ૧૮૦ તિરંગા ઝંડા બનાવ્યા હતા.’



અહીં ઉલ્લેખનીય છે કે નાનીમાથી પ્રેરાઈને તેમની દોહિત્રી પણ ક્રોશે કામ શીખી છે અને તેણે પણ આ વિશ્વવિક્રમમાં ભાગ લીધો હતો. વિશાખાપટનમમાં ૪૫,૪૬૦થી વધુ તિરંગાઓને જોડીને ૧૨.૧૮ કિલોમીટરથી પણ વધુ લાંબી સાંકળ તૈયાર કરીને નારીશક્તિ અને એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં આ નાની-દોહિત્રીની હિસ્સેદારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 11:46 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK