Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઇન્દોર સ્ટાઇલની ઘી તરી સૅન્ડવિચ ચાખવી હોય તો અહીં પહોંચી જજો

ઇન્દોર સ્ટાઇલની ઘી તરી સૅન્ડવિચ ચાખવી હોય તો અહીં પહોંચી જજો

Published : 14 November, 2026 03:54 PM | Modified : 14 November, 2026 04:15 PM | IST | Mumbai
Darshini Vashi

મલાડમાં આવેલી શ્રીનાથ ઢોસા ઍન્ડ પૂડલા સૅન્ડવિચ નામની શૉપમાં સૅન્ડવિચ ઉપરાંત પીત્ઝા, પૂડલા અને ઢોસાની પણ અઢળક વરાઇટીઝ છે.

ઘી તરી સૅન્ડવિચ, પનીર પૂડલા સૅન્ડવિચ, ખાખરા ઢોસા, ઘી તરી પીત્ઝા

ઘી તરી સૅન્ડવિચ, પનીર પૂડલા સૅન્ડવિચ, ખાખરા ઢોસા, ઘી તરી પીત્ઝા


મુંબઈમાં સૅન્ડવિચ સ્ટ્રીટફૂડની પૉપ્યુલર આઇટમ છે, પણ એમ છતાં એમાં જે અલગ-અલગ વસ્તુઓનું સ્ટફિંગ કરવામાં આવે છે એ એને દર વખતે યુનિક બનાવે છે. હવે મલાડમાં આવેલી આ શોપને જ જોઈ લો, અહીં ઘીમાં લથપથ સૅન્ડવિચ પીરસવામાં આવે છે. પાઇનૅપલ સૅન્ડવિચ, પીત્ઝા સૅન્ડવિચ, પાસ્તા સૅન્ડવિચ, ચૉકલેટ સૅન્ડવિચ જેવી વરાઇટીઝ તમે ટ્રાય કરી ચૂક્યા હો તો એક વાર ઘી તરી સૅન્ડવિચ પણ ટ્રાય કરવા જેવી છે.

સૅન્ડવિચની આ યુનિક વરાઇટી વિશે વાત કરતાં શૉપના ઓનર જશ શાહ કહે છે, ‘અમે ઇન્દોર ગયેલા ત્યાં આ પ્રકારની સૅન્ડવિચ ટ્રાય કરેલી, જે પછી અમે અમારી શૉપમાં સર્વ કરવાનું સ્ટાર્ટ કરેલું. આ સૅન્ડવિચમાં નૉર્મલ સૅન્ડવિચની જેમ જ વેજિટેબલ્સ અને આલૂનું સ્ટફિંગ હોય છે. છેલ્લે જ્યારે સૅન્ડવિચને ગ્રિલ કરીને બટર લગાવવામાં આવે ત્યારે એમાં અમે ઉપરથી ચીઝ અને ઘી રેડીને આપીએ છીએ. બીજું, સૅન્ડવિચની ઉપર અમે નૉર્મલ સેવના બદલે રતલામી સેવ ભભરાવીને આપીએ છીએ, સાથે બે ચટણી, કેચઅપ અને પટેટો વેફર્સ સર્વ કરીએ છીએ.’ 
સામાન્ય રીતે આ શૉપ એની પૂડલા સૅન્ડવિચ અને બ્રેડ પૂડલા સૅન્ડવિચ માટે પણ વખણાય છે જે તેઓ ગ્રીન ચટણી, ખજૂરની ચટણી, લસણની ચટણી અને નારિયેળની ચટણી એમ ચાર ચટણી સાથે સર્વ કરે છે. એમાં પણ નૉર્મલ, ચીઝ અને પનીરની વરાઇટીઝ છે.



તેમની પાસે ફક્ત સૅન્ડવિચ જ નહીં, ઘી તરી પીત્ઝા અને ખાખરા ઢોસા જેવી યુનિક વરાઇટીઝ પણ છે. આ વિશે વાત કરતાં જશ શાહ કહે છે, ‘પીત્ઝા સાથે પણ ઘીનું કૉમ્બિનેશન સારું લાગતું હોવાથી અમે સૅન્ડવિચની સાથે ઘી તરી પીત્ઝા સર્વ કરવાનું પણ શરૂ કર્યું. વેજીઝ અને ચીઝથી લોડેડ ડબલ લેયર પીત્ઝા હોય છે, જેને કટ કરીને સર્વ કરીએ ત્યારે ઉપર ઘી રેડીને આપવામાં આવે છે. ઢોસાની વાત કરીએ તો અમારા ખાખરા ઢોસા ફેમસ છે. આ ઢોસો એકદમ ખાખરા જેટલો પાતળો હોય છે. એમાં અંદર ગાર્લિક, બટર અને સેઝવાન હોય છે. આ ઢોસા સાથે અમે ચટણી-સાંભાર સર્વ કરીએ છીએ, પણ આ ઢોસો તમે એમનેમ ખાઓ તો પણ સરસ લાગે.’


ક્યાં મળશે? : શ્રીનાથ ઢોસા ઍન્ડ પૂડલા સૅન્ડ‌વિચ, શૉપ નંબર ૨, લિબર્ટી ગાર્ડન, ઑપોઝિટ SNDT કૉલેજ, મલાડ-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 04:15 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK