Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુથ ઑલિમ્પિક્સ 2026માં ભારતે ૧૦ મેડલ જીત્યા

યુથ ઑલિમ્પિક્સ 2026માં ભારતે ૧૦ મેડલ જીત્યા

Published : 14 November, 2026 09:33 AM | Modified : 14 November, 2026 10:09 AM | IST | Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતે ૨૦૧૦ની પહેલી સીઝનમાં ૮ મેડલ, ૨૦૧૪માં બે મેડલ અને ૨૦૧૮માં સૌથી વધુ ૧૩ મેડલ જીત્યા હતા. યુથ ઑલિમ્પિક્સમાં ભારતે હવે પાંચ ગોલ્ડ, ૧૯ સિલ્વર અને ૯ બ્રૉન્ઝ સહિત ૩૩ મેડલ જીત્યા છે.

ગોલ્ડ મેડલ સાથે ભારતીય બૉક્સર્સ

ગોલ્ડ મેડલ સાથે ભારતીય બૉક્સર્સ


સેનેગલમાં આયોજિત યુથ ઑલિમ્પિક્સ 2026માં ભારતે ૧૦ મેડલ સાથે ૧૮મા ક્રમે રહીને પોતાનું અભિયાન સમાપ્ત કર્યું. સ્પર્ધામાં ૧૧ રમતોમાં ભાગ લેનાર ૧૭ ભારતીય પ્લેયર્સમાંથી ૯ જણે કુલ ૧૦ મેડલ જીત્યા. આ ૧૦માંથી ૮ મેડલ વિમેન્સ કૅટેગરીની ગેમ્સમાંથી મળ્યા.

ભારતે ૨૦૧૦ની પહેલી સીઝનમાં ૮ મેડલ, ૨૦૧૪માં બે મેડલ અને ૨૦૧૮માં સૌથી વધુ ૧૩ મેડલ જીત્યા હતા. યુથ ઑલિમ્પિક્સમાં ભારતે હવે પાંચ ગોલ્ડ, ૧૯ સિલ્વર અને ૯ બ્રૉન્ઝ સહિત ૩૩ મેડલ જીત્યા છે.



ભારતે ૨૪ કલાકમાં બે ઐતિહાસિક બૉક્સિંગ ગોલ્ડ જીત્યા


ભારતે ટુર્નામેન્ટના અંતમાં ૨૪ કલાકમાં યુથ ઑલિમ્પિક્સમાં પોતાના બે ઐતિહાસિક બૉક્સિંગ ગોલ્ડ મેડલ જીત્યા હતા. લૈરેનલકપમ અમ્બેકર મીતેઈએ મેન્સ ૫૦ કિલો વજન કૅટેગરીની ફાઇનલમાં આયરલૅન્ડના હરીફ સામે ૩-૨થી જીત નોંધાવી હતી. વિમેન્સની ૪૮ કિલો કૅટેગરીની ફાઇનલમાં ગુંજને અલ્જીરિયાની હરીફ સામે ૫-૦ના સ્કોરથી જીત મેળવી હતી. યુથ ઑલિમ્પિક્સમાં ભારતે પહેલી વખત બૉક્સિંગની આ બન્ને કૅટેગરીમાં ગોલ્ડ જીત્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 November, 2026 10:09 AM IST | Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK