Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મુલબાગલ ઢોસા : સાઉથ ઇન્ડિયન મેનુમાં નવું નામ ઉમેરાયું

મુલબાગલ ઢોસા : સાઉથ ઇન્ડિયન મેનુમાં નવું નામ ઉમેરાયું

Published : 23 May, 2026 03:33 PM | IST | Mumbai
Darshini Vashi

બેને ઢોસા બાદ હવે મુંબઈમાં મુલબાગલ ઢોસા ધૂમ મચાવશે એવું લાગે છે. નૉર્મલ ઢોસા કરતાં અલગ રીતે બનતા આ ઢોસાનું નામ કદાચ મુંબઈમાં રહેતા ઘણા સાઉથ ઇન્ડિયનો માટે પણ અજાણ્યું હશે, કેમ કે આ ઢોસા મુંબઈમાં બીજે ક્યાંય મળતા નથી.

મુલબાગલ ઢોસા : સાઉથ ઇન્ડિયન મેનુમાં નવું નામ ઉમેરાયું

મુલબાગલ ઢોસા : સાઉથ ઇન્ડિયન મેનુમાં નવું નામ ઉમેરાયું


બેને ઢોસા બાદ હવે મુંબઈમાં મુલબાગલ ઢોસા ધૂમ મચાવશે એવું લાગે છે. નૉર્મલ ઢોસા કરતાં અલગ રીતે બનતા આ ઢોસાનું નામ કદાચ મુંબઈમાં રહેતા ઘણા સાઉથ ઇન્ડિયનો માટે પણ અજાણ્યું હશે, કેમ કે આ ઢોસા મુંબઈમાં બીજે ક્યાંય મળતા નથી. ક્રિસ્પી અને સૉફ્ટ ટેક્સ્ચરનું અજીબોગરીબ કૉમ્બિનેશન ધરાવતા આ ઢોસા જો ટેસ્ટ કરવા હોય તો તમારે ગ્રાન્ટ રોડ સુધી આવવું પડશે

નમન જૈન નામના યુવકે એક વર્ષ પહેલાં જ ગ્રાન્ટ રોડ પર કૅફે શ્રીનિવાસ નામનું સાઉથ ઇન્ડિયન કૅફે શરૂ કર્યું હતું જ્યાં માત્ર સાઉથ ઇન્ડિયાની તમામ ફેમસ ડિશ જ નહીં, સાઉથની અન્ય એક સ્પેશ્યલ ડિશ પણ મળે છે જેનું નામ છે મુલબાગલ. આ વિશે નમન જૈન કહે છે, ‘અમે અહીં મુલબાગલ ઢોસા સર્વ કરીએ છીએ. એને તમે એક યુનિક ડિશ કહી શકો છો, કેમ કે મુંબઈમાં આ ઢોસા કદાચ ક્યાંય મળતા નથી. આ ઢોસા કર્ણાટકના કોલાર જિલ્લાના મુલબાગલ શહેરની ક્લાસિક ઢોસાની એક અનોખી અને પ્રિય વરાઇટી છે. આ ખાસ ઢોસા એની બનાવવાની વિશિષ્ટ પદ્ધતિને લઈને જાણીતા છે. એની ખાસ વિશેષતા એની કિનારી છે જે પરંપરાગત કાસ્ટ આયર્ન પૅનના આકાર જેવી લાગે છે અને એની અંદર જ એને રાંધવામાં આવે છે. કાસ્ટ આયર્નને લીધે ઢોસાનો ટેસ્ટ પણ અલગ લાગે છે. કિનારીથી ક્રિસ્પી અને અંદરથી રૂ જેવો પોચો ઢોસો એટલે મુલબાગલ. મુલબાગલ ઢોસાની અંદર અમે પાંચ અલગ-અલગ વરાઇટી પણ સર્વ કરીએ છીએ. આ સિવાય અમારો ગડબડ આઇસક્રીમ પણ કંઈક હટકે છે જેનું નિર્માણ આઇસક્રીમ બનાવવામાં ગરબડ થવાને લીધે થયું હતું. આ આઇસક્રીમને એક ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. નીચે એક સ્કૂપ વૅનિલા આઇસક્રીમ, પછી એના પર સીઝનલ ફ્રૂટ, ફરી એના પર સ્ટ્રૉબેરી આઇસક્રીમનું એક સ્કૂપ, ત્યાર બાદ જેલીનો સ્તર, પછી ટૂટીફ્રૂટી, ડ્રાયફ્રૂટ્સ અને છેલ્લે મૅન્ગો આઇસક્રીમનું એક સ્કૂપ અને ચેરી. આમ ગડબડ આઇસક્રીમ તૈયાર થાય છે.’
ક્યાં મળશે? : કૅફે શ્રીનિવાસ, નાના ચોક, ગ્રાન્ટ રોડ-વેસ્ટ


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 03:33 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK