Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મખાના ભેળથી લઈને ડાયટ ચાટ જેવી અનેક ચાટ-આઇટમ્સ મળે છે અહીં

મખાના ભેળથી લઈને ડાયટ ચાટ જેવી અનેક ચાટ-આઇટમ્સ મળે છે અહીં

Published : 07 June, 2025 11:33 AM | IST | Mumbai
Darshini Vashi

જો તમે પણ ચાટ-લવર છો તો તમને સાંતાક્રુઝમાં આવેલી આ જગ્યાની જાણ હશે જ અને જો તમે જાણતા નથી તો પણ વાંધો નહીં, આજે એની તમને ખબર પડી જશે. આપણે વાત કરી રહ્યા છીએ સાંતાક્રુઝ વેસ્ટમાં આવેલી રામ ઍન્ડ શ્યામ નામના સ્ટોલની.

 રામ ઍન્ડ શ્યામ

રામ ઍન્ડ શ્યામ


જો તમે પણ ચાટ-લવર છો તો તમને સાંતાક્રુઝમાં આવેલી આ જગ્યાની જાણ હશે જ અને જો તમે જાણતા નથી તો પણ વાંધો નહીં, આજે એની તમને ખબર પડી જશે. આપણે વાત કરી રહ્યા છીએ સાંતાક્રુઝ વેસ્ટમાં આવેલી રામ ઍન્ડ શ્યામ નામના સ્ટોલની. એનો ઇતિહાસ લગભગ ૭૦ વર્ષ જૂનો છે અને આજે ચોથી પેઢી તેમના આ ફૅમિલી ચાટ-બિઝનેસને આગળ ધપાવી રહી છે. તેમની પાસે પાણીપૂરી, સેવપૂરી, પાપડી-ચાટ જેવી પ્રખ્યાત ચાટ-આઇટમ્સ તો છે જ અને સાથે કેટલીક યુનિક ચાટ-આઇટમ્સ પણ છે જેના ચાહકો માત્ર લોકલ કસ્ટમર જ નહીં પરંતુ અનેક સેલિબ્રિટી અને બિઝનેસમેન પણ છે.


રામ ઍન્ડ શ્યામની વાત કરીએ તો રામજી અને શ્યામજી નામના બે ભાઈઓએ મળીને આ ચાટ-કૉર્નર શરૂ કર્યો હતો. પછી તેમનાં સંતાનો આ ચાટ-કૉર્નરને એક અલગ લેવલ પર લઈ ગયાં છે. એક સમય હતો જ્યારે લાકડાના સ્ટૉલ પર અહીં ચાટ વેચવામાં આવતી હતી એનું સ્થાન આજે સ્ટીલે લઈ લીધું છે. અહીં કામ કરતા લોકોનું કહેવું છે કે અનિલ અને ટીના અંબાણી અહીંનાં રેગ્યુલર કસ્ટમર છે. વર્ષો પહેલાં ટીના અંબાણી અહીં રેગ્યુલર આવતાં હતાં અને તેમણે જ બિસ્લેરીના પાણીનો ઉપયોગ કરીને પાણીપૂરીનું પાણી તૈયાર કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદથી અહીં એ જ પ્રમાણે પાણીપૂરી તૈયાર કરવામાં આવે છે. એ સમયે કોઈ પણ સ્ટૉલ પર બિસ્લેરીના પાણીનો ઉપયોગ કરવામાં આવતો નહોતો, માત્ર મોટી રેસ્ટોરાંમાં જ આવા પાણીનો ઉપયોગ થતો હતો.
હવે અહીંની ફૂડ-આઇટમ્સની વાત કરીએ તો પાણીપૂરી ટૉપમોસ્ટ ફેવરિટ ડિશ છે. એ પછી દહીંપૂરી અને ભેળનો સમાવેશ થાય છે. આ સિવાય અહીંની મખાના ભેળ પણ ખૂબ લોકપ્રિય છે જેમાં મમરાને બદલે શેકેલા મખાના નાખવામાં આવે છે એટલું જ નહીં, ડાયટ ભેળના દીવાના પણ ઓછા નથી. ઘણી કૉર્પોરેટ ઑફિસમાં આ ભેળનાં પાર્સલ જાય છે. મગ વગેરે કઠોળ તેમ જ દહીં અને અમુક ચટણીનો ઉપયોગ કરીને આ ભેળ બનાવવામાં આવે છે. અહીંની ચાટ-આઇટમ્સનું જમા પાસું તેમની ચટણી છે, જે વિશેષ પ્રકારે તૈયાર કરવામાં આવે છે. ભાવની વાત કરીએ તો પ્રસિદ્ધિ અને પ્રૉપર હાઇજીનને લીધે ભાવ સરેરાશ કરતાં થોડો વધારે છે.

ક્યાં મળશે? : રામ ઍન્ડ શ્યામ, જંક્શન ઑફ સેન્ટ્રલ ઍન્ડ સાઉથ ઍવન્યુ, પોદાર રોડ, રેલવે-સ્ટેશન કૉલોની, સાંતાક્રુઝ (વેસ્ટ)


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 11:33 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK