અંધેરીમાં લોખંડવાલા બૅક રોડ પર રાતે એક-બે વાગ્યા સુધી પાસ્તા, મૅગી અને સૅન્ડવિચનો સ્ટૉલ લગાડતી ઍક્ટ્રેસ પિન્કી સિંહ શેરાવત સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે
ખાઈપીને જલસા
ચીઝ વેજિટેબલ પાસ્તા અને પિન્કી સિંહ શેરાવત
મુંબઈ શહેરમાં જ્યારે શહેર બંધ થવાની દિશામાં આગળ વધતું હોય ત્યારે પિન્કી પાસ્તાવાલી સાંજ પછી લોખંડવાલાના બૅક રોડ પર પોતાનો ફૂડ-સ્ટૉલ શરૂ કરે છે અને રાત્રે એક-બે વાગ્યા સુધી અહીં કોઈ પણ પ્રકારના ભય વગર ઊભી રહીને લોકોને પાસ્તા, મૅગી અને સૅન્ડવિચ બનાવીને આપે છે.