મિક્સર ગ્રાઇન્ડરમાં દહીં, કેરી, કોથમીર, ફુદીનો, મરી, જીરું પાઉડર, આઇસ ક્યુબ્સ નાખી ક્રશ કરો. પછી એમાં મીઠું, સંચળ, હિંગ, ઠંડું પાણી નાખી ક્રશ કરો. ગ્લાસમાં છાશ લો. ઉપર કોથમીર નાખી સજાવો.
કાચી કેરીની છાશ
સામગ્રી : અડધી કાચી કેરી, ૩ ચમચી સમારેલી કોથમીર, પાંચ પાન ફુદીનો, મીઠું સ્વાદ અનુસાર, ૨૦૦ ગ્રામ દહીં, બે મરી, એક કપ ઠંડું પાણી, પા ચમચી જીરું પાઉડર, ૨ ચપટી સંચળ મીઠું, એક ચપટી હિંગ.
રીત : મિક્સર ગ્રાઇન્ડરમાં દહીં, કેરી, કોથમીર, ફુદીનો, મરી, જીરું પાઉડર, આઇસ ક્યુબ્સ નાખી ક્રશ કરો. પછી એમાં મીઠું, સંચળ, હિંગ, ઠંડું પાણી નાખી ક્રશ કરો. ગ્લાસમાં છાશ લો. ઉપર કોથમીર નાખી સજાવો.
ટિપ્સ : મિક્સી ચાલુ-બંધ કરીને ક્રશ કરો, નહીંતર ફુદીનો અને કોથમીર કાળાં થઈ જશે. આઇસ ક્યુબ્સ અને ઠંડું પાણી જ નાખવાં.
જો ગાઢી છાશ જોઈતી હોય તો પાણી ઓછું નાખો, પાતળી જોઈતી હોય તો વધારે પાણી નાખો.
સમર ડ્રિન્ક એન્જૉય કરો. બનાવીને ટ્રાય કરશો?
