શિંગદાણા સંતળાઈ જાય એટલે એમાં આમલીનો પલ્પ અને ગોળ નાખવા. પાણી ઍડ કરવું. તૈયાર કરેલો ડ્રાય બે ટેબલસ્પૂન મસાલાનો પાઉડર અને મીઠું નાખવાં
પોલીઓગરે રાઇસ (સાઉથ ઇન્ડિયન રેસિપી)
ડ્રાય પાઉડર માટે સામગ્રી : ૧ ચમચો તેલ, ૪ ચમચી ધાણા, ૨ ચમચી ચણાદાળ, ૨ ચમચી અડદની દાળ, ૨ ચમચી જીરું, ૧ ચમચી રાઈ, ૧ ચમચી મેથી, ૨ ચમચી તલ, ૪થી ૫ લાલ સૂકાં મરચાં, થોડીક હિંગ (બધું શેકીને પીસી લેવું).
સામગ્રી : ૧ વાટકો આમલીનો પલ્પ, છૂટા રાંધેલા ભાત, ૨ ચમચી તેલ, ૧ ચમચી ચણાદાળ, ૧ ચમચી અડદની દાળ, રાઈ, જીરું, ૪થી ૫ ચમચી શિંગદાણા, ૧૦-૧૨ પત્તાં લીમડો, ૫થી ૭ ચમચી આમલીનો પલ્પ, અડધો કપ પાણી, ૧ ચમચી ગોળ, મીઠું, રાંધેલા ભાત.
ADVERTISEMENT
રીત : ડ્રાય મસાલાનો પાઉડર રેડી કરવો. આમલી પલાળીને એનો પલ્પ બનાવવો. ભાત બનાવીને ઠંડા કરીને રાખવા. બે ચમચી તેલ મૂકી એમાં ચણાદાળ, અડદની દાળ, રાઈ, જીરું, લીમડાનો વઘાર કરવો. પછી એમાં શિંગદાણા નાખવા. શિંગદાણા સંતળાઈ જાય એટલે એમાં આમલીનો પલ્પ અને ગોળ નાખવા. પાણી ઍડ કરવું. તૈયાર કરેલો ડ્રાય બે ટેબલસ્પૂન મસાલાનો પાઉડર અને મીઠું નાખવાં. છેલ્લે ભાત નાખીને બધું મિક્સ કરવું.
-પુનિતા શેઠ

