Dhanashree Verma slams Yuzvendra Chahal for ‘Sugar Daddy’ t-shirt stunt: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા પર ધનશ્રી વર્માએ પહેલી વાર પોતાનું મૌન તોડ્યું; ‘બી યોર ઓન સુગર ડેડી’ ટી-શર્ટ સ્ટંટને યાદ કરતાં ધનશ્રીએ કરી ટિપ્પણી
‘Sugar Daddy’ ટી-શર્ટમાં યુઝવેન્દ્ર ચહલને જોઈને ધનશ્રી વર્મા ભાંગી પડી હતી
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) અને ધનશ્રી વર્મા (Dhanashree Verma)ના મહિનાઓ પહેલા છૂટાછેડા થયા હતા. પરંતુ બંને ઘણીવાર સમાચારમાં રહે છે. થોડા સમય પહેલા ચહલે પહેલીવાર છૂટાછેડા (Yuzvendra Chahal and Dhanashree Verma divorce) વિશે વાત કરી હતી. છૂટાછેડાના દિવસે ‘સુગર ડેડી ટી-શર્ટ’ પહેરવા અંગે પણ તેણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હવે, યુઝવેન્દ્ર ચહલ પછી પહેલીવાર તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્માએ છૂટાછેડા વિશે વાત કરી છે. તે પણ તેના પર ગુસ્સે થતી જોવા મળી હતી. કોરિયોગ્રાફર અને અભિનેત્રી ધનશ્રીએ છૂટાછેડા સમયે કોર્ટમાં તેની હાલત શું હતી તે જણાવ્યું. પરંતુ યુઝવેન્દ્ર ચહલને ‘સુગર ડેડી ટી-શર્ટ’ પહેરેલા જોતાં જ તેણે કહ્યું, ‘હવે બધું સમાપ્ત થઈ ગયું છે.’
યુઝવેન્દ્ર ચહલ પત્ની ધનશ્રી વર્મા સાથેના ડિવોર્સની કોર્ટની ફાઇનલ હિઅરીંગમાં જે ટી-શર્ટ પહેરીને આવ્યો હતો તે બહુ ચર્ચાનો વિષય બન્યો હતો. થોડાક સમય પહેલા યુઝવેન્દ્ર ચહલે એક પોડકાસ્ટમાં કહ્યું હતું કે, ‘તે કોઈ નાટક ઇચ્છતો નથી, પરંતુ તે ટી-શર્ટ દ્વારા સંદેશ આપવા માંગતો હતો.’ જ્યારે ધનશ્રી વર્માએ હવે કહ્યું છે કે, ‘તે ભૂતથી ડરતી નથી, પરંતુ પોડકાસ્ટથી ડરે છે. કોણ જાણે ક્યારે કોઈ પોડકાસ્ટ પર આવીને કંઈક કહેશે.’
ADVERTISEMENT
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે વાત કરતા, ધનશ્રીએ જણાવ્યું કે તે હંમેશા જાણતી હતી કે છૂટાછેડા માટે તેને દોષી ઠેરવવામાં આવશે, પરંતુ જ્યારે તેણે ચહલને કોર્ટમાં ટી-શર્ટ પહેરેલો જોયો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ‘તમે જાણો છો કે લોકો તમને દોષી ઠેરવવાના છે. મને ખબર પડે કે આ ટી-શર્ટ સ્ટંટ થયો છે તે પહેલાં, અમે બધા જાણતા હતા કે લોકો આ માટે મને દોષી ઠેરવવાના છે.’ જોકે, તે ચહલના ટી-શર્ટ સ્ટંટથી (Dhanashree Verma slams ex-husband Yuzvendra Chahal for ‘Sugar Daddy’ t-shirt stunt at divorce final hearing) પ્રભાવિત ન થઈ અને તેણે તેની ટીકા કરતા કહ્યું, ‘અરે ભાઈ, વોટ્સએપ કર દેતા. ટી-શર્ટ ક્યૂ પેહેના હૈ?’
ધનશ્રીએ એ પણ યાદ કર્યું કે છૂટાછેડા માટે તૈયાર હોવા છતાં, કોર્ટમાં તેનો નિર્ણય લેવામાં આવી રહ્યો હતો ત્યારે તે ભાંગી પડી હતી. ‘હું બધાની સામે રડવા લાગી. તે સમયે મને શું લાગ્યું તે હું વ્યક્ત પણ કરી શકતી નહોતી. મને ફક્ત એટલું યાદ છે કે હું ફક્ત રડતી રહી, હું ફક્ત રડતી રહી અને રડતી રહી.’
તેણીએ ઉમેર્યું કે, ડિવોર્સ બાદ જ્યારે ચહલ મુખ્ય દરવાજામાંથી નાટકીય રીતે બહાર નીકળી ગયો, ત્યારે તે મીડિયાનો સામનો કરવાની સ્થિતિમાં ન હતી અને તેથી જ શાંતિથી પાછળના દરવાજામાંથી બહાર નીકળી ગઈ.
તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ અને પત્ની ધનશ્રી વર્મા કોવિડ-૧૯ (COVID-19) લોકડાઉન (Lockdown) દરમિયાન મળ્યા હતા અને ૨૦૨૦માં બ્ન્નેએ ગુરુગ્રામ (Gurugram)માં ભવ્ય લગ્ન કર્યા. જોકે, આ વર્ષે માર્ચમાં પાંચ વર્ષના લગ્નજીવન પછી તેઓએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. તેમની છૂટાછેડાની અરજી મુજબ, ચહલ અને ધનશ્રીએ વર્ષ ૨૦૨૨માં જ અલગ રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેઓ જાહેરમાં આ ઢોંગ ચાલુ રાખતા હતા, એવી આશામાં કે તેમના સંબંધો સુધરશે. જોકે, પરિસ્થિતિ એવી સ્થિતિમાં પહોંચી ગઈ કે સમાધાન હવે કોઈ વિકલ્પ રહ્યો નહીં અને તેથી તેમણે સત્તાવાર રીતે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

