અડધો કિલો સારાં પાકેલાં ટમેટાં, સાકર (ગળ્યું જોઈએ એ પ્રમાણે) ૩૦૦ ગ્રામ, બે એલચીના દાણા, બેથી ત્રણ તજ, લવિંગ, ૧ ટી-સ્પૂન ઘી.
ટમેટાનો મુરબ્બો
વાનગી : ટમેટાનો મુરબ્બો.
સામગ્રી : અડધો કિલો સારાં પાકેલાં ટમેટાં, સાકર (ગળ્યું જોઈએ એ પ્રમાણે) ૩૦૦ ગ્રામ, બે એલચીના દાણા, બેથી ત્રણ તજ, લવિંગ, ૧ ટી-સ્પૂન ઘી.
ADVERTISEMENT
રીત : ટમેટાંને ધોઈ એના મીડિયમ ટુકડા કરવા. એક વાસણમાં ઘી લઈ એમાં તજ, લવિંગ નાખી ટમેટાં વઘારવાં. સહેજ ચડે એટલે સાકર નાખી જાડી ચાસણી કરવી. મુરબ્બો ડિશમાં રેલાય નહીં ત્યારે ઉતારી લઈ એમાં ગમે તો એલચીના આખા દાણા નાખવા. સીઝનમાં આ મુરબ્બો સસ્તો ને પૌષ્ટિક બને છે. જૅમને બદલે પણ આ મુરબ્બાનો ઉપયોગ થઈ શકે છે. બાળકોને પણ ભાવે છે.
-જયશ્રી તન્ના

