અહીં શીખો દાલવડાં
દાલવડાં
સામગ્રી : ૧ કપ ચણાની દાળ, ૨ ચમચી અડદની દાળ, ૨ ચમચી ચોખાનો લોટ, ૧ નાનો કાંદો, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, લીમડો, જીરું, મીઠું, તેલ તળવા માટે, ચાટ મસાલો
બનાવવાની રીત : ચણાની દાળ અને અડદની દાળ અલગ-અલગ ચારથી પાંચ કલાક પલાળી દેવી. પછી અધકચરી વાટી લેવી. એને એક બાઉલમાં કાઢીને એમાં ચોખાનો લોટ, જીરું, મીઠું, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, બારીક સુધારેલો લીમડો અને બારીક સુધારેલા કાંદા નાખવા. એને હાથથી વડાંનો શેપ આપીને ગરમ તેલમાં તળી લેવાં. પ્લેટમાં કાઢીને ઉપર ચાટ મસાલો ભભરાવીને સર્વ કરવાં.
