અહીં શીખો ગોલ્ડ કૉઇન (ચાઇનીઝ વેજ સ્ટાર્ટર )
ગોલ્ડ કૉઇન (ચાઇનીઝ વેજ સ્ટાર્ટર )
સામગ્રી : બ્રેડની ૪-૬ સ્લાઇસ, ૨ બાફેલા બટાટાનો છૂંદો, ૨ ચમચા બારીક સમારેલા કાંદા, ૨ ચમચા બારીક સમારેલાં ગાજર, ૨ ચમચા બારીક સમારેલાં કૅપ્સિકમ, ૧ ચમચો બાફીને ક્રશ કરેલી સ્વીટ કૉર્ન, ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ લીલું મરચું સમારેલું, ૨ ચમચા કોથમીર કાપેલી, ૧ ચમચી સોયા સૉસ, ૧ ચમચો બારીક કાપેલી લીલી ડુંગળીનાં પાન, ૩ મોટા ચમચા સફેદ તલ, ૧ મોટો ચમચો કૉર્નફ્લોર ૨ મોટા ચમચા પાણીમાં મિક્સ કરો સ્લરી માટે, ૩ ચૂંટેલી લસણની કળી, તેલ ૧/૪ કપ
રીત : બ્રેડની સ્લાઇસને વાટકીથી ગોળ આકારમાં આપો. એક પૅનમાં મૅશ કરેલાં બટાટા, કાંદા, ગાજર, કૅપ્સિકમ, સ્વીટ કૉર્ન, આદું-મરચાંની પેસ્ટ, લીલું મરચું, કોથમીર, સોયા સૉસ, લીલી ડુંગળીનાં પાન, લસણ, મીઠું નાખીને બરાબર મિક્સ કરો. હવે બ્રેડની સ્લાઇસ પર એક મોટો ચમચો ભરીને આ માવો સમાન સપાટીમાં બરાબર દબાવીને કિનારી સુધી પાથરો. હવે એક પ્લેટમાં તલ કાઢીને કૉઇનને પૂરણની બાજુ દબાવો. પછી બધા કૉઇનને ટૉપિંગ પર કૉર્નફ્લોરની સ્લરીમાં ડુબાડીને, પૅનમાં તેલ ગરમ કરીને બન્ને બાજુ લાલ થાય ત્યાં સુધી શેકો અથવા ૧૮૦ ડિગ્રી પર અવનમાં ૧૦ મિનિટ બેક કરો. સ્વાદિષ્ટ, સહેલું અને લોકપ્રિય સ્ટાર્ટર તૈયાર છે.
