Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: મૅન્ગો મખાણા ટોસ્ટ

આજની રેસિપી: મૅન્ગો મખાણા ટોસ્ટ

Published : 19 June, 2026 01:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો મૅન્ગો મખાણા ટોસ્ટ

મૅન્ગો મખાણા ટોસ્ટ

મૅન્ગો મખાણા ટોસ્ટ


સામગ્રી : ૨૫થી ૩૦ મખાના,૧ આફૂસ કેરી મીઠી, પાંચ બ્રેડને ઢાંકણથી નાના ગોળ કટ કરી દેવા, ૫૦૦ મિલીલીટર દૂધ, ૧ વાટકી ખાંડ, ૧૫ ગ્રામ મિલ્ક પાઉડર, ઇલાયચી પાઉડર અડધી ચમચી, કેસર ૧૦થી ૧૨ તાંતણા, પાણી, ચમચી ઘી, સજાવટ માટે કાજુ-પિસ્તાની કતરણ, બ્રેડ તળવા ઘી

બનાવવાની રીત : મખાણાને શેકી ઠંડા કરીને એનો પાઉડર બનાવવો. એક ચમચી ઘી ગરમ કરીને મખાના પા‍ઉડર થોડો શેકવો. પછી એમાં દૂધ નાખીને હલાવવું. કેરીને સમારીને એનો પલ્પ કરવો. હવે એમાં દૂધ નાખીને હલાવવું. એમાં કેસર નાખી હલાવીને અડધી સાકર નાખવી. પછી એમાં મિલ્ક પાઉડર નાખીને લચકા પડતું કરવું. બ્રેડના બે પીસને ઘીમાં બ્રાઉન તળી લેવા. એક વાસણમાં એક વાટકી પાણીમાં સાકર નાખીને ઉકાળવું. એમાં ચપટી એલચી પાઉડર અને ૩-૪ કેસરના તાંતણા નાખવા. શુગર સિરપ તૈયાર. હવે બ્રેડ ટોસ્ટને શુગર સિરપમાં ડુબાડીને પ્લેટમાં મૂકવા. મૅન્ગો પલ્પ ચમચીથી ટોસ્ટ પર મૂકવો. એને કાજુ-પિસ્તાની કતરણથી સજાવવું. થોડી વાર માટે ફ્રિજમાં મૂકીને ઠંડું સર્વ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 01:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK