અહીં શીખો પનીર ઇમરતી
પનીર ઇમરતી
સામગ્રી: બસો ગ્રામ પનીર, છ ચમચી મેંદો, ચપટી ફૂડ કલર લાલ, પા કપ દૂધ, પાંચ એલચીનો પાઉડર, ઘી તળવા માટે, બે કપ સાકર, દોઢ કપ પાણી.
રીત : એક બાજુ ચાસણી બનાવવા માટે એક વાસણમાં પાણી અને સાકર ઉમેરી ગૅસ પર મધ્યમ તાપે ગરમ કરવું. બીજી બાજુ મિક્સરના જારમાં પનીર, મેંદો, ફૂડ કલર, દૂધ નાખવું. આટલું ઉમેરી મિક્સરમાં પીસી લેવું. એકદમ નરમ મિશ્રણ તૈયાર કરવું. જો મિશ્રણ ઘાટું લાગતું હોય તો એકાદ ચમચી દૂધ નાખવું. ત્યાં સુધી ચાસણી તૈયાર થઈ ગઈ હોય એટલે એમાં એલચી ભૂકો કરીને નાખવી. હવે એક પ્લાસ્ટિકની થેલીને કોન આકાર આપી નીચેથી થોડું કાપી એમાં પનીરવાળું મિશ્રણ નાખવું અને કડાઈમાં ઘી ગરમ કરી એમાં ઇમરતીનો આકાર આપીને તળવું. મધ્યમ તાપે તળતા જવું. ફેરવતા જવું. ભૂરો રંગ આવે એટલે કાઢીને ચાસણીમાં નાખવું. થોડી વાર ચાસણીમાં રાખીને કાઢી લેવું.


