અહીં શીખો પનીની સૅન્ડવિચ
પનીની સૅન્ડવિચ
સામગ્રી : પનીની બ્રેડના લોફ, ચીઝ, બટર, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, મીઠું, ૩ કલરનાં કૅપ્સિકમ, કાંદા, કૉર્ન, પર્પલ કૅબેજ, ગાજર, ટમેટાં, કોથમીર, ટમૅટો સૉસ, પાસ્તા સૉસ, મેયોનીઝ, રેડ ચિલી સૉસ.
રીત : ૧ બાઉલમાં બધાં શાક, કોથમીર, સ્વાદ પ્રમાણે બધા સૉસ, ચિલી ફ્લેક્સ, ઓરિગેનો, મીઠું અને ચીઝ (ખમણીને) સ્ટફિંગ તૈયાર કરવું.
પનીની બ્રેડના લોફને ૪ પીસમાં ડિવાઇડ કરવો. એને વચ્ચેથી કટ કરવો. બ્રેડ પર બટર લગાવવું (ગાર્લિક બટર અથવા લસણની ચટણી લગાડીને સ્ટફિંગ મૂકીને ચીઝ નાખવું). ત્યાર બાદ ગ્રિલ સૅન્ડવિચના મશીનમાં મૂકીને ગ્રિલ કરવું. એના પર બટર લગાવવું.


