પાલઘર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે દમણમાં બનાવવામાં આવેલા દારૂનો મોટો જથ્થો ટ્રકથી સપ્લાય થઈ રહ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
પાલઘર પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે દમણમાં બનાવવામાં આવેલા દારૂનો મોટો જથ્થો ટ્રકથી સપ્લાય થઈ રહ્યો છે. એથી પાલઘર પોલીસે વિક્રમગઢ-તલવાડા રોડ પર દાદડે ગામ પાસે નાકાબંધી કરી હતી અને ત્યાંથી પસાર થતાં વાહનોને તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમ્યાન પોલીસે એક ટ્રકને અટકવાનો ઇશારો કર્યો હતો. ત્યારે ડ્રાઇવરે ટ્રક તો રોકી દીધી હતી, પણ તરત ટ્રક છોડીને તે નાસી ગયો હતો. પોલીસે એ ટ્રકની તપાસ કરતાં એમાંથી ૧૧ લાખ રૂપિયાની કિંમતનો દમણમાં બનાવવામાં આવેલો ગેરકાયદે દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટ્રક જપ્ત કર્યાં હતાં.


