અહીં શીખો પાતરા રોલ
પાતરા રોલ
સામગ્રી : ૧ પાતરા રોલ.
પૂરણ માટે : ૧૫૦ ગ્રામ લીલા વટાણા, ૧૦૦ ગ્રામ ખમણેલું કોપરું, આદું-મરચાંની પેસ્ટ, તેલ, લીંબુ, સાકર, કોથમીર, ગરમ મસાલો
ADVERTISEMENT
ચટણી માટે : અડધો કપ ફુદીનાનાં પાન, અડધો કપ કોથમીર, બે ચમચી આમલીની પેસ્ટ, ૧ કપ ગોળના ટુકડા, ૩ થી ૪ લીલાં મરચાં
રીત : પૂરણ બનાવવા માટે લીલા વટાણાને મિક્સરમાં ક્રશ કરો. એક તવામાં તેલ ગરમ કરી એમાં લીલા વટાણા સાથે પૂરણ માટેની સામગ્રી નાખી સાંતળી લો. ત્યાર બાદ પાતરાના રોલને કાપીને બરાબર શેકી લો. એની ઉપર પૂરણ નાખીને ઉપરથી ચટણી લગાવી લો. ગાર્નિશ માટે તૈયાર થયેલી પાતરાની પ્લેટ પર દાડમ, કોથમીર અને સેવ નાખીને સર્વ કરો.


