અહીં શીખો દાડમનો મિલ્કશેક
દાડમનો મિલ્કશેક
સામગ્રી : દાડમના દાણા – બે કપ, દૂધ – દોઢ કપ, વૅનિલા આઇસક્રીમ – ૧ કપ, ખાંડ – ૩ ટેબલસ્પૂન, ફ્રેશ ક્રીમ – અડધી વાટકી, બરફના ટુકડા – જરૂર મુજબ.
બનાવવાની રીત : સૌપ્રથમ દાડમના દાણા અને દૂધને મિક્સરમાં લઈને સારી રીતે બ્લેન્ડ કરી લો. એમાં વૅનિલા આઇસક્રીમ, ખાંડ, ફ્રેશ ક્રીમ અને બરફના ટુકડા ઉમેરીને ફરીથી સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. હવે તૈયાર થયેલા મિલ્કશેકને ગાળી લો, જેથી દાડમના દાણાનાં બી અલગ થઈ જાય. મિલ્કશેકને તરત જ સર્વ કરો જેથી એનો સુંદર રંગ, તાજગી અને સ્વાદ જળવાઈ રહે.
ADVERTISEMENT
સર્વિંગ ટિપ : ઠંડો-ઠંડો મિલ્કશેક ગ્લાસમાં સર્વ કરીને ઉપર થોડા દાડમના દાણા અને ક્રીમથી ગાર્નિશ કરી શકાય.
