અહીં શીખો પૂડલા સૅન્ડવિચ
પૂડલા સૅન્ડવિચ
સામગ્રી : બે કપ ચણાનો લોટ, મીઠું, લીલાં મરચાંની પેસ્ટ, હળદર, ગરમ મસાલો, કોથમીર, જીરું,કોથમીરની ચટણી, કાકડી, ટમૅટાં અને કૅપ્સિકમની સ્લાઇસ, ચાટ મસાલો, ટમૅટો સૉસ
બનાવવાની રીત : ચણાના લોટમાં મીઠું, જીરું, ગરમ મસાલો, કોથમીર, મરચાંની પેસ્ટ, હળદર બધું નાખીને ખીરું તૈયાર કરવું. ઢોસાની લોઢી મૂકીને થોડા જાડા પૂડલા ઉતારવા. પૂડલાને સૅન્ડવિચ માટે ચોરસ શેપમાં કટ કરવા. એના પર ગ્રીન ચટણી લગાડીને કાકડી, ટમૅટા અને કૅપ્સિકમની સ્લાઇસ મૂકીને ચાટ મસાલો છાંટવો. એના પર બીજો પૂડલો મૂકીને સૅન્ડવિચ બનાવવી. એને કટ કરીને ચટણી અને સૉસ સાથે સર્વ કરવી.
