Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: સૉફ્ટ મૈસૂર પાક

આજની રેસિપી: સૉફ્ટ મૈસૂર પાક

Published : 29 April, 2026 01:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો સૉફ્ટ મૈસૂર પાક

સૉફ્ટ મૈસૂર પાક

સૉફ્ટ મૈસૂર પાક


સામગ્રી : ૧ કપ બેસન/ચણાનો લોટ, ૧ કપ ઘી, ૧ કપ સાકર, ૧/૪ કપ પાણી

બનાવવાની રીત : બેસનને જ્યાં સુધી સુગંધ આવે ધીમી આંચ પર ૧૦ મિનિટ શેકો. આ લોટને ટોપમાં ચાળો. ઘીને ગરમ કરીને પિગાળો. આનું અડધું ઘી લોટમાં મિક્સ કરો જ્યાં સુધી એ સ્મૂધ થાય. પાણીમાં સાકાર નાખીને મધ્યમ ગૅસ પર એક તારની ચાસણી કરો. લોટ અને ઘીવાળું મિક્સ ચાસણીમાં નાખો. બાકી રહેલા ઘીમાંથી આમાં બે-બે મોટા ચમચા થોડું-થોડું કરીને નાખતા જાઓ અને ધીમા ગૅસ પર લગભગ ૧૦-૧૨ મિનિટ હલાવો જ્યાં સુધી એ પેનની સાઇડ છોડે. હવે આ મિશ્રણને બટર પેપર લગાડેલી ટ્રેમાં ટ્રાન્સફર કરો. એનું બરાબર લેવલ કરો અને ૩૦ મિનિટ રહેવા દો. હવે અનમૉલ્ડ કરીને જોઈતા શેપમાં કટ કરો. મોંમાં પીગળી જાય એવો સ્વાદિષ્ટ અને ટ્રેડિશનલ મૈસૂર પાક તૈયાર છે.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 01:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK