અહીં શીખો પાલક-મકાઈ-પનીર અપ્પે
પાલક-મકાઈ-પનીર અપ્પે
સામગ્રી : (૮-૯ ટુકડા બનાવે છે) : રવો ૧/૨ કપ, દહીં ૧/૪ કપ + ૨ ચમચી, પાલક પ્યુરી ૧/૪ કપ, બાફેલા સ્વીટ કૉર્નના દાણા ૧/૪ કપ, મીઠું સ્વાદ મુજબ, લાલ મરચાંના ટુકડા ૧/૨ ચમચી (સ્વાદ મુજબ), લાલ મરચાંનો પાઉડર ૧/૨ ચમચી આદુંની પેસ્ટ ૧/૨ ચમચી, શેકેલા જીરાનો પાઉડર ૧/૪ ચમચી, ઈનો ૧ ચમચી, પનીર ૫૦ ગ્રામ, કાળાં મરીનો પાઉડર ૧/૨ ચમચી, તેલ રસોઈ માટે.
બનાવવાની રીત : એક મિક્સિંગ બાઉલમાં સૂજી કે રવો, દહીં, પાલકની પ્યુરી, બાફેલા મકાઈના દાણા, કાળાં મરી, મીઠું, લાલ મરચાંના ટુકડા, લાલ મરચાંનો પાઉડર, આદુંની પેસ્ટ અને જીરું પાઉડર મિક્સ કરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને ઘટ્ટ બૅટર બનાવો. જો બૅટર ખૂબ જાડું હોય અથવા તમે એકસરખું મિશ્રણ બનાવી શકતા ન હો તો ૧ ચમચી દહીં અથવા વધુ પાણી ઉમેરો. એને બાજુ પર રાખો. પનીરને હાથથી અથવા ચમચીથી વાટી લો. એમાં મીઠું અને કાળાં મરીનો ભૂકો ઉમેરો. નીચે બતાવ્યા પ્રમાણે એને નાના ગોળામાં ફેરવો. એને બાજુ પર રાખો. સ્ટેપ 1માં તૈયાર કરેલા મિશ્રણમાં ઈનો ઉમેરો. સારી રીતે મિક્સ કરો. મિશ્રણ હળવું અને ફ્લફી થવું જોઈએ. અપ્પે પૅનને ધીમા તાપે રાખો. પૅનના પોલાણમાં થોડું તેલ બ્રશ કરો. ચમચીનો ઉપયોગ કરીને અપ્પે પૅનના પોલાણમાં થોડું મિશ્રણ નાખો. દરેક પોલાણમાં એક પનીરનો બૉલ મૂકો. એને ધીમેથી નીચે દબાવો. દરેક પનીર બૉલ પર થોડી માત્રામાં મિશ્રણ ફેલાવો જેથી દરેક પનીર બૉલ મધ્યમાં રહે. અપ્પેને ધીમા તાપે રાંધવા દો. બે મિનિટ પછી છરીનો ઉપયોગ કરીને અપ્પેની બાજુઓ તપાસો. જો એ રાંધવાનું શરૂ કરી દીધું હોય તો એને છરીનો ઉપયોગ કરીને ઊલટાવો. ધ્યાન રાખો કે જ્યારે ઉપરનો ભાગ ભીનો હોય ત્યારે આપ્પેને ઊલટાવો, નહીં તો એ એક બાજુથી સપાટ થઈ જશે.ઊઉલટાવ્યા પછી બાજુઓ પર થોડું તેલ નાખો. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રંધાવા દો. ગરમાગરમ પાલક- કૉર્ન-પનીર અપ્પેનો નારિયેળ અથવા ડુંગળી-ટમેટાની ચટણી સાથે આનંદ માણો.
ADVERTISEMENT
- મંજરી સિદ્ધાર્થ ઉદેશી


