Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન, કેસર પીયૂષ

આજની રેસિપી: શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન, કેસર પીયૂષ

Published : 25 March, 2026 12:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન, કેસર પીયૂષ

શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન, કેસર પીયૂષ

શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન, કેસર પીયૂષ


શુગરકેન જૂસ વિધાઉટ શુગરકેન

સામગ્રી : પોણો કપ બારીક સુધારેલો ગોળ, એક લીંબુનો રસ, સંચળ પાઉડર, ચાટ મસાલા, આદુંનો ટુકડો, એક કપ ફુદીનાનાં પાન, બે કપ આઇસ ક્યુબ અથવા ચીલ્ડ વૉટર.



રીત : મિક્સરના જારમાં ગોળ, લીંબુનો રસ, સંચળ પાઉડર, ચાટ મસાલા, આદુંનો ટુકડો, ફુદીનાનાં પાન અને આઇસ ક્યુબ અથવા ચીલ્ડ વૉટર નાખીને ચર્ન કરી લેવું. એને ગ્લાસમાં રેડીને એના પર થોડો ચાટ મસાલો ભભરાવવો. રેડી છે ગરમીમાં શેરડી વિના શેરડીનો રસ.


કેસર પીયૂષ

સામગ્રી : દહીં અડધો કપ, કેસરવાળું દૂધ અડધો કપ, સાકર બે ચમચી, કેસર શ્રીખંડ અડધો કપ, ડ્રાયફ્રૂટ્સ (બદામ, પિસ્તા, કાજુ) જરૂર મુજબ, એલચી અને જાયફળનો પાઉડર ચપટી, રોઝ પેટલ્સ.


રીત : દૂધમાં થોડી વાર કેસર પલાળી રાખવું. મિક્સિંગ બાઉલમાં કેસર શ્રીખંડ, દહીં, કેસરવાળું દૂધ, સાકર બધું નાખીને એકરસ કરી લેવું. પછી એમાં કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા નાખીને મિક્સ કરવા (લસ્સી જેવી થિકનેસ રાખવી). એને ગ્લાસમાં ભરીને બદામ, પિસ્તા અને રોઝ પેટલ્સથી ગાર્નિશ કરવું. એના પર એલચી અને જાયફળનો પાઉડર નાખીને સર્વ કરવું.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK