પૌષ્ટિક અને ટેસ્ટી અપ્પમ જરુર કરજો ટ્રાય
મગના અપ્પમ શીખવે છે સ્વાતિ શ્રોફ
સામગ્રી : આખા મગ ૧ કપ, ચોખા ૧/૨ કપ, ૧ લીલું મરચું, લસણ ૪ કળી, આદું ૧ નાનો ટુકડો, કોથમીર, બે ચમચા, હળદર ૧/૪ ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ બે ચમચી, રાઈ ૧ ચમચી, સફેદ તલ ૧ ચમચો, લીમડો ૪થી ૫ પાન, ઈનો ફ્રૂટસૉલ્ટ ૧/૨ ચમચી
રીત : મગ અને ચોખાને ધોઈને ૪ કલાક માટે પલાળો. મિક્સરમાં મગ, ચોખા, થોડું પાણી, આદું, કોથમીર, મરચું, લસણ નાખી વાટો. પછી એમાં જીરું પાઉડર, મીઠું, હળદર, હિંગ નાખી હલાવો. તેલ ગરમ કરી એમાં રાઈ, હિંગ, લીમડો અને તેલનો વઘાર કરો. અપ્પમ પાત્રને થોડું ગરમ કરી આ વઘાર એના દરેક ખાંચામાં થોડો રેડો. ખીરામાં હવે તરત ઈનો ઉમેરી, ઉપર થોડું પાણી નાખી હલકે હાથે હલાવો અને તરત પૅનના ખાંચામાં નાખો. ગૅસની મીડિયમ ફ્લેમ પર ૩થી ૪ મિનિટ ઢાંકીને થવા દ્યો. હવે અપ્પમને ઊલટાવી લો અને બીજી બાજુ પણ થોડી મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. કેચપ કે કેરીના મેથંબા સાથે પૌષ્ટિક અને ટેસ્ટી અપ્પમ સર્વ કરો.

