હાથમાં થોડું તેલ લગાડી પૂરણમાંથી નાની પૅટીસ વાળવી. આ પૅટીસને થોડી વાર માટે ફ્રિજમાં રાખવી. નૉનસ્ટિક પૅન પર તેલ લગાવી પૅટીસને બન્ને બાજુથી શેકી લેવી
કીન્વા ઓટ્સ પૅટીસ
સામગ્રી : ૧ વાટકી કીન્વા, ૧ વાટકી ઓટ્સ, ૧ બાફેલું બટાટું, ૧ નાનું ગાજર ખમણેલું, ૧ નાનું કૅપ્સિકમ ઝીણું સમારેલું, ૧ નાની ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ નાની ચમચી લસણની પેસ્ટ, ૨ નાની ચમચી આમચૂર મસાલો, ૧ નાની ચમચી ગરમ મસાલો, ઝીણી સમારેલી કોથમીર, મીઠું સ્વાદ પ્રમાણે.
રીત : કીન્વાને બે વાટકી પાણી નાખી ભાતની જેમ કુકરમાં ૮-૧૦ સીટી કરાવી લેવી. ત્યાર બાદ એમાં આદું-મરચાં, લસણની પેસ્ટ નાખવી. બાફેલું બટાટું, ગાજર, કૅપ્સિકમ નાખી મિક્સ કરવું. ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી બધું બરાબર મિક્સ કરવું. ત્યાર બાદ બાઇન્ડિંગ માટે ઓટ્સ નાખી પૂરણ તૈયાર કરવું. હવે હાથમાં થોડું તેલ લગાડી પૂરણમાંથી નાની પૅટીસ વાળવી. આ પૅટીસને થોડી વાર માટે ફ્રિજમાં રાખવી. નૉનસ્ટિક પૅન પર તેલ લગાવી પૅટીસને બન્ને બાજુથી શેકી લેવી. તૈયાર છે હેલ્ધી પૅટીસ, જેને તમે રગડા સાથે પણ સર્વ કરી શકો છો.

