ઇંગ્લૅન્ડની નિયમિત કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટને ડાબા જંઘામૂળમાં ઇન્જરી થવાથી તે આજે ઓવલ ખાતે ત્રીજી T20માંથી બહાર થઈ છે.
અંગ્રેજ કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ
ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝમાં ભારતીય ટીમ ૨-૦થી આગળ છે. આજે મોડી રાતે ૧૧.૦૫ વાગ્યે શરૂ થનારી ત્રીજી વન-ડે જીતીને ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે પહેલી વાર T20 સિરીઝ જીતવાનો ટાર્ગેટ રાખશે. ભારતે પહેલી મૅચમાં ૯૭ રન અને બીજી મૅચમાં ૨૪ રને જીત નોંધાવી હતી. ઇંગ્લૅન્ડની નિયમિત કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટને ડાબા જંઘામૂળમાં ઇન્જરી થવાથી તે આજે ઓવલ ખાતે ત્રીજી T20માંથી બહાર થઈ છે. એના સ્થાને અનુભવી બૅટ્સમૅન ટૅમી બ્યુમૉન્ટ પહેલી વાર દેશ માટે કૅપ્ટન્સી કરશે.

