Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ઘરને સુગંધિત બનાવતા ઍરફ્રેશનરથી નુકસાન પણ થાય છે

ઘરને સુગંધિત બનાવતા ઍરફ્રેશનરથી નુકસાન પણ થાય છે

Published : 06 November, 2025 01:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફ્રેશ વાઇબ્સ માટે વપરાતા ઍરફ્રેશનરનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવામાં ન આવે તો શ્વાસની તકલીફ અને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જેવી સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘરમાં તાજગીનો અહેસાસ રાખવા ઍરફ્રેશનરનો ઉપયોગ વ્યાપક બન્યો છે, પણ ઘરમાં સુગંધ પ્રસરાવતી આ પ્રોડક્ટ તમારી તંદુરસ્તી માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ઘણાં ઍરફ્રેશનરમાં ઍસિટોન, એથનૉલ અને લેમોનેન નામનાં રાસાયણો હોય છે જે ઝડપી ગતિએ હવામાં પ્રસરીને સુગંધ આપે છે. જોકે એનો વધુ પડતો ઉપયોગ ફેફસાં, ગળા અને આંખો માટે નુકસાનકારક છે. ખાસ કરીને જ્યાં હવાની ઓછી અવરજવર હોય એવી રૂમમાં આવા રાસાયણયુક્ત રૂમ ફ્રેશનરનો ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે.

કેટલીક પ્રોડક્ટ્સમાં થૅલેટ્સ (Phthalates) નામનું રસાયણ ઉમેરાય છે. એ સુગંધને લાંબા સમય સુધી ટકાવી રાખવાનું કામ કરે છે, પણ હકીકતમાં એ આપણી હૉર્મોન સિસ્ટમને ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે એ જોખમી સાબિત થઈ શકે છે.



જે વ્યક્તિને અસ્થમા કે ઍલર્જીની સમસ્યા હોય તેને પણ ઍર ફ્રેશનર નુકસાન પહોંચાડે છે. એની સુગંધને લીધે ઉધરસ, શ્વાસ ફૂલી જવો અને છાતીમાં ભારેપણું લાગવું જેવાં લક્ષણો દેખાય છે. બહારનું પ્રદૂષણ જેટલું જોખમી છે એટલું જ જોખમ ઘરની અંદર પણ હોઈ શકે છે. પાલતુ પ્રાણીઓ માટે પણ ઍર ફ્રેશનર વધુ સેન્સિટિવ સાબિત થઈ શકે છે. એમને ચામડીની સમસ્યા કે શ્વસનની તકલીફ થઈ શકે છે. વાસ્તવમાં ઍરફ્રેશનર ખરાબ ગંધને દૂર કરવાને બદલે ફક્ત એને ઢાંકી દે છે. ઘરમાં ભેજ, ફૂગ કે પાલતુ પ્રાણીની ગંદકી ઢંકાઈ જાય છે જેને લીધે હવાની ગુણવત્તા વધુ ખરાબ થાય છે. 


શું ધ્યાન રાખશો?

  • જો ઘરમાં દુર્ગંધ આવતી હોય તો રૂમમાં હવાની યોગ્ય અવરજવર રાખો.
  • ઍરફ્રેશનરને બદલે કુદરતી એસેન્શિયલ ઑઇલ ડિફ્યુઝર રાખો.
  • બેકિંગ સોડા અથવા વિનેગરના બાઉલને એક ખૂણામાં રાખશો તો પણ ગંધ શોષાઈ જશે.
  • બીઝવૅક્સ કૅન્ડલનો ઉપયોગ પણ તમારી રૂમને ફ્રેશ બનાવશે.
  • અલોવેરા, લીલી અને સ્નેક પ્લાન્ટ જેવા ઇન્ડોર પ્લાન્ટ્સ હવાનું શુદ્ધીકરણ કરે છે. એ પણ ઘરમાં રાખી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2025 01:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK