પુલની નીચેની તરફ પોલીસ ઊભી રહીને વાત કરી રહી હતી અને પુલની ઉપર પિલરની પાછળ પણ કેટલાક લોકો તેને ન કૂદવા સમજાવી રહ્યા હતા. એમ છતાં પેલી છોકરીએ કૂદકો મારતાં ઘડીના છઠ્ઠા ભાગમાં એક યુવકે પુલ પરથી પિલર પર કૂદકો મારીને ટીનેજરનો એક હાથ પકડી લીધો.
પુલ પરથી ટીનેજરે લગાવી છલાંગ
ઉત્તર પ્રદેશના દેવરિયામાં ગંડક નામની નદી પર બનેલા જૂના પુલ પર મંગળવારે સાંજે બુરખો પહેરેલી ૧૪ વર્ષની એક છોકરી આત્મહત્યા કરવા માટે પુલના પિલર પર બેસી ગઈ હતી. એ જોઈને પોલીસ અને સ્થાનિક લોકોએ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી; પરંતુ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં પેલી છોકરીએ કહ્યું કે કોઈ મને બચાવવા આગળ ન આવે, નહીંતર હું કૂદકો મારી જ દઈશ.
પુલની નીચેની તરફ પોલીસ ઊભી રહીને વાત કરી રહી હતી અને પુલની ઉપર પિલરની પાછળ પણ કેટલાક લોકો તેને ન કૂદવા સમજાવી રહ્યા હતા. એમ છતાં પેલી છોકરીએ કૂદકો મારતાં ઘડીના છઠ્ઠા ભાગમાં એક યુવકે પુલ પરથી પિલર પર કૂદકો મારીને ટીનેજરનો એક હાથ પકડી લીધો. હવામાં ફંગોળાઈ રહેલી કન્યા હાથ છોડાવવાનો પ્રયત્ન કરી રહી હોવા છતાં તેણે હાથ પકડી રાખ્યો અને એટલામાં પોલીસ પણ દોડીને ત્યાં પહોંચી ગઈ અને બધાએ ભેગા મળીને ટીનેજરને ઉપર ખેંચી લીધી હતી. એ પછી પોલીસે તેને સમજાવીને તેના ઘરે પહોંચાડી દીધી હતી.
ADVERTISEMENT


