Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું તમારી અમુક દવાઓ તમારા પરિવારને બીમાર કરી રહી છે?

શું તમારી અમુક દવાઓ તમારા પરિવારને બીમાર કરી રહી છે?

Published : 20 March, 2026 11:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાસ કરીને સ્કિન પર લગાવવામાં આવતાં વિવિધ ઑઇન્ટમેન્ટ અને લોશન જો સ્પર્શ દ્વારા બાળકો કે પેટ ઍનિમલના સંપર્કમાં આવે તો તેમનામાં ગંભીર આડઅસરો લાવી શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જ્યારે ડૉક્ટર આપણને કોઈ ક્રીમ, જેલ કે લોશન લગાવવાની સલાહ આપે છે ત્યારે આપણે એને માત્ર આપણા માટે જ માનીએ છીએ પરંતુ ત્વચા પર લગાવવાની દવાઓ વિશેનાં નવાં સર્વેક્ષણો અત્યંત ગંભીર છે. સ્કિન પર અપ્લાય થતી દવાઓ અજાણતાં સ્પર્શ દ્વારા તમારાં જીવનસાથી, બાળકો કે પાળતુ પ્રાણીઓના શરીરમાં પ્રવેશી શકે છે અને તેમની હૉર્મોનલ સિસ્ટમને વેરવિખેર કરી શકે છે.

તાજેતરમાં એક કેસ નોંધાયો હતો જેમાં ૩ વર્ષની એક બાળકીમાં અચાનક યુવાનીનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. તપાસમાં જાણવા મળ્યું કે તેની મમ્મી મેનોપૉઝ માટે હૉર્મોન રિપ્લેસમેન્ટ થેરપી જેલ વાપરતી હતી જે સ્પર્શ દ્વારા બાળકીના સંપર્કમાં આવી હતી. એવી જ રીતે પુરુષો દ્વારા વપરાતી ટેસ્ટોસ્ટેરોન જેલ જો બાળકોને અડી જાય તો તેમનામાં અકાળે જાતીય ફેરફારો અથવા ઍન્ગર ઇશ્યુઝ જોવા મળી શકે છે.



બીજો ખતરો મિનોક્સિડિલ એટલે કે વાળ ઉગાડવાની દવાથી છે. આ દવા જો ત્વચા પરથી બાળકોમાં ટ્રાન્સફર થાય તો તેમના શરીર પર અસામાન્ય વાળ ઊગી શકે છે. આ દવા બિલાડીઓ અને કૂતરાઓ માટે તો અત્યંત ઝેરી છે. જો માલિકની ત્વચા ચાટવાથી કે તેમના પલંગ પર સૂવાથી પ્રાણીના સંપર્કમાં આ દવા આવે તો એમનું મૃત્યુ પણ થઈ શકે છે. આ ઉપરાંત દુખાવા માટેના ફેન્ટાનાનિલ પૅચ જો બાળકો ભૂલથી પોતાના શરીર પર લગાડી દે અથવા મોઢામાં નાખે તો એ જીવલેણ સાબિત થાય છે.


નિષ્ણાતો સૂચવે છે કે આવી દવાઓ લગાવ્યા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી કોઈને સ્પર્શ ન કરવો, હાથ બરાબર સાબુથી ધોવા અને દવાવાળા ભાગને કપડાથી ઢાંકીને રાખવો.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK