તો ચેતવાની જરૂર છે. નિષ્ણાતો માને છે કે ઊંઘમાં થતી કેટલીક પ્રવૃત્તિઓ પણ આપણા ખરાબ સ્વાસ્થ્યનું સિગ્નલ હોઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
ઊંઘ દરમિયાન થતી અસામાન્ય પ્રવૃત્તિઓ અથવા શરીરમાં આવતા ફેરફારો ક્યારેક ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. દુનિયાના સ્લીપ એક્સપર્ટ્સ દ્વારા આ લક્ષણોને ડીકોડ કરીને કહેવામાં આવેલી વાતો અહીં પ્રસ્તુત છે. જો તમે ઊંઘમાં વધુપડતા આળોટતા હો, વાતો કરતા હો કે તનાવમાં દેખાતા હો તો તબીબી ભાષામાં એને ‘પૅરાસૉમ્નિયા’ કહેવામાં આવે છે. આ સમસ્યા અનિદ્રા, ચિંતા અથવા સ્લીપ ઍપ્નીઆ એટલે કે શ્વાસ લેવામાં થતી તકલીફને કારણે હોઈ શકે છે. ક્યારેક એ પાર્કિન્સન્સ જેવા મગજના રોગનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. કેટલીક વાર ઍન્ટિ-ડિપ્રેશન દવાઓ પણ આનું કારણ બને છે.
શું કરવું?
ADVERTISEMENT
આલ્કોહોલ અને કૅફીનનું સેવન ઘટાડવું. સૂવાનો સમય ચોક્કસ રાખવો અને બેડરૂમમાં અંધારું અને શાંતિ રાખવી. મૅગ્નેશિયમ સપ્લિમેન્ટ્સ પણ આમાં મદદરૂપ થઈ શકે છે.


