Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ધુળેટી રમતી વખતે ડીહાઇડ્રેશનથી બચવા આટલું ધ્યાન રાખજો

ધુળેટી રમતી વખતે ડીહાઇડ્રેશનથી બચવા આટલું ધ્યાન રાખજો

Published : 02 March, 2026 02:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માર્ચ મહિનો શરૂ થતાંની સાથે ઉનાળો શરૂ થઈ જાય છે ત્યારે રંગોથી રમતી વખતે આપણને તરસની ખબર પડતી નથી, જે પાછળથી હીટ-સ્ટ્રોક કે ડીહાઇડ્રેશનનું કારણ બને છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તડકામાં કલાકો સુધી રંગોથી રમતી વખતે શરીરમાંથી પરસેવા વાટે પાણી નીકળે છે પણ રમતની મસ્તીમાં આપણે પાણી પીવાનું ભૂલી જઈએ છીએ, જેને લીધે ડીહાઇડ્રેશન થાય છે. ત્યારે ધુળેટીની ઉજવણી સેફ રીતે થાય એ માટે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે.

પ્રી-હાઇડ્રેશન



તડકામાં બહાર નીકળતાં પહેલાં અને ધુળેટી રમતી વખતે દર અડધા કલાકે પાણી પીવાની આદત રાખો. માત્ર તરસ લાગે ત્યારે જ પાણી પીવું શરીર માટે પૂરતું નથી. લીંબુશરબત ઉપરાંત વરિયાળી શરીરને ઠંડક આપે છે અને પાચનમાં પણ મદદ કરે છે. આ ઉપરાંત મીઠું અને જીરું નાખેલી છાશ બૉડીમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું બૅલૅન્સ જાળવી રાખે છે, જેને લીધે બૉડી ડીહાઇડ્રેટ નથી થતી અને એનર્જી પણ જળવાઈ રહે છે.


આહારમાં વૉટર-કન્ટેન્ટ વધારો

હોળીમાં બનતી તળેલી આઇટમ્સ અને પચવામાં ભારે હોય એવો ખોરાક ખાવાને બદલે હળવો ખોરાક પસંદ કરો. તરબૂચ અને શક્કરટેટી જેવાં ફળોમાં ૯૦ ટકાથી વધુ પાણી હોય છે, જે શરીરને કુદરતી રીતે હાઇડ્રેટ કરે છે. ખિસ્સામાં કે નાસ્તામાં કાકડી નાખો. એ શરીરને ઠંડક આપવાની સાથે-સાથે ગરમીથી રક્ષણ પણ આપશે.


તડકાથી બચવાનો સ્માર્ટ ઉપાય

બને ત્યાં સુધી સવારે ૧૧થી બપોરે ૪ વાગ્યા સુધીના સમય દરમિયાન તડકામાં હોળી રમવાનું ટાળો. એ સમયે સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ કિરણો અને ગરમી સૌથી વધુ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘેરા રંગનાં કપડાં ગરમી શોષે છે, તેથી સફેદ કે આછા રંગનાં સુતરાઉ કપડાં પહેરો જે આખા શરીરને ઢાંકે. આથી કલર ત્વચાના ડાઇરેક્ટ સંપર્કમાં ઓછો આવશે અને તડકાથી પણ રક્ષણ મળશે.

આ ડ્રિન્ક્સ ટાળો

હોળી રમવા જાઓ તો ચા-કૉફી જેવાં કૅફિનયુક્ત પીણાં પીવાનું ટાળવું, એ આપણા શરીરમાંથી વૉટર-લેવલ ઓછું કરવાનું કામ કરે છે. આ ઉપરાંત ઠંડાં પીણાં પણ ન પીવાં જોઈએ. એમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે તાત્કાલિક એનર્જી આપે પણ લાંબા ગાળે ડીહાઇડ્રેશન વધારે છે. જો ચક્કર જેવું ફીલ થાય, માથું દુખે, ખૂબ પરસેવો વળીને બંધ થઈ જાય અથવા ગભરામણ થાય તો તરત જ છાંયડામાં બેસી જાઓ અને ORS પી લો.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK