Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીમાં ઘરેલુ ઝઘડા બાદ છરીથી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ: વિડિયો વાઇરલ

અંધેરીમાં ઘરેલુ ઝઘડા બાદ છરીથી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ: વિડિયો વાઇરલ

Published : 02 March, 2026 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી પોતાની પત્ની તેની સાથે રહેવા તૈયાર ન હોવાથી ગુસ્સે ભરાયો હતો

વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળેલો આરોપી.

વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળેલો આરોપી.


અંધેરી-ઈસ્ટના મરોલમાં આરાધ્યા હૉસ્પિટલ નજીક શુક્રવારે સાંજે ૪૬ વર્ષના રાજેશ છત્રેએ તેની પત્નીની ઘરેલુ ઝઘડા બાદ છરી વડે હત્યા કરી હતી. આ મામલે MIDC પોલીસે હત્યાના આરોપસર રાજેશની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ પત્ની સાથે વિવાદ કર્યા બાદ ઉશ્કેરાઈને તેને પેટ અને શરીરના અન્ય ભાગો પર છરીના ઘા ઝીંકી દીધા હતા. રસ્તા પર બનેલી એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

MIDCના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી પોતાની પત્ની તેની સાથે રહેવા તૈયાર ન હોવાથી ગુસ્સે ભરાયો હતો. બન્ને વચ્ચે થયેલી જોરદાર બોલાચાલી દરમ્યાન રાજેશે પત્નીને એક હાથથી પકડીને હું તને છોડવાનો નથી એવી ધમકી આપીને તેને છરીના અનેક ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલી મહિલાને બચાવી શકાઈ નહોતી. અમે ઘટનાસ્થળ પરથી ગુનામાં વપરાયેલી છરી જપ્ત કરી છે. પવઈમાં રહેતા રિક્ષા-ડ્રાઇવર રાહિલ લોકહાંડેએ એ ઘટના જોઈ હતી અને તેની ફરિયાદના આધારે અમે ગુનો નોંધ્યો છે. એ ઉપરાંત ઘટનાનો વિડિયો પણ જોવા મળ્યો છે જેમાં આરોપી છરી હાથમાં લઈને જતો જોવા મળી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK