Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > નવી મમ્મીઓને કમરનો દુખાવો થાય એનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે

નવી મમ્મીઓને કમરનો દુખાવો થાય એનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે

Published : 21 November, 2024 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાતે-જાતે એક્સરસાઇઝ કરવામાં એક રિસ્ક છે. જો કંઈક ખોટું થઈ જાય તો ફાયદાને બદલે નુકસાન વધી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


પ્રેગ્નન્સી દરમિયાન મોટા ભાગની સ્ત્રીઓને કમર દુખવાનો પ્રૉબ્લેમ રહે જ છે. મોટા ભાગની સ્ત્રીઓને જ્યારે બાળકનું વજન વધી જાય એટલે કે પ્રેગ્નન્સીના ૫-૬ મહિના પછી કમરનો દુખાવો ચાલુ થાય છે પરંતુ આજકાલ જે જોવા મળે છે એ મુજબ ઘણી સ્ત્રીઓને પહેલા મહિનાથી જ કમરનો દુખાવો ચાલુ થઈ જાય છે. જ્યારે પેટ વધે છે ત્યારે શરીર બૅલૅન્સ કરવા માટે કમર પર વધુ પ્રેશર આપે છે, જેને કારણે મોટા ભાગે પ્રેગ્નન્સીમાં સ્ત્રીઓને કમરનો દુખાવો થાય છે. શરીરને અમુક હદ સુધીનું વજન ઉપાડવાની આદત હોય છે. જ્યારે વજન અચાનક વધી જાય ત્યારે કરોડરજ્જુ પર જોર આવે છે. જો એ દબાણ કરોડરજ્જુ સહન ન કરી શકે તો દુખાવો શરૂ થઈ જાય છે. આમ દુખાવો થવા પાછળ બે કારણો છે, એક કરોડરજ્જુના સ્નાયુઓ નબળા છે જે વધુ પ્રેશર સહી નથી શકતા અને બીજું એ કે વજન ઘણું વધારે છે અથવા અચાનક જ વધી ગયું છે.


જો ડિલિવરી નૉર્મલ થઈ હોય તો સ્ત્રીને હાથ-પગ અને કમરનો દુખાવો થાય એ ખૂબ નૉર્મલ છે. એટલે જ આપણે ત્યાં ડિલિવરી પછી માલિશની પ્રથા છે જે મસલ્સને લૂઝ કરે છે અને એની સ્ટિફનેસ હટાવે છે. પણ માલિશ જે નથી કરી શકતું એ છે મસલ્સની સ્ટ્રેંગ્થ વધારવી, જે ફક્ત એક્સરસાઇઝથી શક્ય બને છે. પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી એટલે આરામ છોડી જેટલું કામ થઈ શકે એટલું કરવું. કામ કરવાથી શારીરિક ક્ષમતા વધે છે અને આ પ્રકારનું પેઇન ઓછું થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન જે કમર દુખે એમાં ગરમ કોથળીનો શેક કરવો નહીં. હળવું સ્પ્રે લગાડી શકાય. આ કન્ડિશનમાં યોગ ખૂબ જ કામ લાગે છે. એનાથી સ્ત્રીનું પૉશ્ચર સુધરે છે જેથી પેઇન થવાની શક્યતા નહીંવત્ થઈ જાય છે. આ પ્રકારનો દુખાવો થાય ત્યારે શેક કરવો, માલિશ કરવું, સ્પ્રે લગાડવું. આ બધા એનાં ટેમ્પરરી સોલ્યુશન છે. મહત્ત્વની વાત છે જ્યાં દુખાવો થાય છે એ સ્નાયુને મજબૂત કરવા. એની ક્ષમતા વધશે અને એ વધુ પ્રેશર ઉપાડી શકશે અને આ સ્નાયુઓને મજબૂત કરવાનો એક જ ઇલાજ છે અને એ છે એક્સરસાઇઝ. પ્રી-નેટલ અને પોસ્ટ-નેટલ ક્લાસિસ કરવા ફાયદેમંદ છે, કારણ કે પ્રેગ્નન્સીમાં અને પ્રેગ્નન્સી પછી પણ એક્સરસાઇઝ કરવી જરૂરી છે અને એના કરતાં પણ વધુ જરૂરી બાબત એ છે કે તમે કોઈ નિષ્ણાત વ્યક્તિ પાસે જ એક્સરસાઇઝ કરો. જાતે-જાતે એક્સરસાઇઝ કરવામાં એક રિસ્ક છે. જો કંઈક ખોટું થઈ જાય તો ફાયદાને બદલે નુકસાન વધી જાય છે.



- વિભૂતિ કાણકિયા


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK