બારામતી બેઠકમાં કાકા અજિત પવારનો ભત્રીજા યુગેન્દ્ર પવાર સાથે મુકાબલો છે. અહીં ગઈ કાલે ૬૨.૩૧ ટકા મતદાન થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકમાંથી આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચા બારામતી, કોપરી-પાચપાખાડી, વરલી અને માહિમની થઈ છે. આ બેઠકોમાં ગઈ કાલે કેટલું મતદાન થયું હતું એના પર નજર નાખીએ.
બારામતી - આ બેઠકમાં કાકા અજિત પવારનો ભત્રીજા યુગેન્દ્ર પવાર સાથે મુકાબલો છે. અહીં ગઈ કાલે ૬૨.૩૧ ટકા મતદાન થયું હતું.
ADVERTISEMENT
કોપરી-પાચપાખાડી - આ બેઠકમાં શિવસેનાના દિવંગત આનંદ દીઘેના શિષ્ય એકનાથ શિંદે અને આનંદ દીઘેના ભત્રીજા કેદાર વચ્ચે મુકાબલો થયો છે. અહીં ગઈ કાલે ૫૫.૭૭ ટકા મતદાન થયું હતું.
વરલી - આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય, એકનાથ શિંદેની શિવસેનાના મિલિંદ દેવરા અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંદીપ દેશપાંડે વચ્ચે મુકાબલો થયો છે. અહીં ગઈ કાલે ૪૭.૫૦ ટકા મતદાન થયું હતું.
માહિમ - આ બેઠકમાં એકનાથ શિંદેની શિવસેનાના બે ટર્મના વિધાનસભ્ય સદા સરવણકર, પહેલી વખત ચૂંટણી લડી રહેલા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જૂથના મહેશ સાવંત વચ્ચે મુકાબલો છે. અહીં ગઈ કાલે ૫૫.૨૩ ટકા મતદાન થયું હતું.