ઉનાળામાં શરીરને ઠંડક આપે એવાં રિફ્રેશિંગ ડ્રિન્ક્સ હોય એવી જ રીતે ચોમાસામાં પણ કેટલાંક ડ્રિન્ક પીવાથી ઇમ્યુનિટી સારી રહે અને પાચન સુધરે
સામાન્ય રીતે ચોમાસામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બૅક્ટેરિયા, વાઇરસ, ફંગસનો વિકાસ અને ફેલાવો ઝડપથી થાય છે. એનાથી ફૂડ-પૉઇઝનિંગ, ટાઇફૉઇડ, ફ્લુ જેવા ઇન્ફેક્શનનું જોખમ વધે છે. વરસાદમાં ઠેર-ઠેર ભરાયેલા પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ થાય છે જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયાનું જોખમ વધે છે. ઉપરથી વરસાદમાં ક્યારેક ભેજવાળી હવા, ક્યારેક ઠંડી હવા, ક્યારેક વરસાદ પડતો હોવાથી શરીર પર સ્ટ્રેસ આવે છે. ભેજવાળા વાતાવરણમાં થાક પણ વધુ ફીલ થતો હોવાથી બૉડીનું ડિફેન્સ-મેકૅનિઝમ ધીમે કામ કરે છે. એટલે ચોમાસામાં આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખીને બીમારીથી બચવું ખૂબ જરૂરી છે. એ સિવાય ચોમાસામાં પાચક અગ્નિ કે જેને મેટાબોલિઝમ કહેવાય એ કુદરતી રીતે જ ધીમું પડી જાય છે. એટલે આ સમયગાળામાં પાચન સંબંધિત અનેક સમસ્યા છાશવારે થતી હોય છે. પાચન સરખી રીતે ન થતું હોવાથી શરીરને પોષક તત્ત્વો પણ સરખી રીતે મળતાં નથી તો એની અસર પણ ઇમ્યુનિટી પર થાય છે. એવા સમયે આજે અહીં વાત કરીએ એવા ડ્રિન્ક્સની જે તમારી ઇમ્યુનિટી પણ મજબૂત કરે અને પાચન પણ સુધારે. આપણે ડાયટિશ્યન શર્મિલા મહેતા પાસેથી ચોમાસામાં શરીરને ફાયદો પહોંચાડે એવાં ડ્રિન્ક્સ વિશે જાણી લઈએ.
13 August, 2025 02:55 IST | Mumbai | Heena Patel