કરિઅરમાં સારી શક્યતાઓ જોઈ શકાય છે. (Career Tips). રોજગારની સારી તર મળવા માટે તમે ફૉરેન લેન્ગ્વેજમાં કૉર્સની સાથે આ સ્કિલ્સ પર પણ કામ કરી શકો છો. (Job Skills).

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
સમયની માગને જોતાં ફૉરેન લેન્ગ્વેજ (Foreign Language) ભણીને કરિઅર બનાવવું એક સારો વિકલ્પ છે. આ ફિલ્ડમાં જો આગળ જવું છે તો ફક્ત સામાન્ય સ્ટડીઝ કે કૉર્સના ભરોસે બેસી શકાય નહીં. આની સાથે તમારામાં કેટલીક જરૂરી સ્કિલ્સ પણ હોવી જોઈએ. આ સ્કિલ્સ તમારા કરિઅર માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ સ્કિલ્સ દ્વારા કરિઅરમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકો છો.
હાલ નેટિવ ભાષાઓની સાથે સાથે અન્ય ભાષાઓની જાણ હોવી પણ જરૂરી થઈ પડી છે. આથી કરિઅરમાં સારી શક્યતાઓ જોઈ શકાય છે. (Career Tips). રોજગારની સારી તર મળવા માટે તમે ફૉરેન લેન્ગ્વેજમાં કૉર્સની સાથે આ સ્કિલ્સ પર પણ કામ કરી શકો છો. (Job Skills). આથી તમારી નોકરીમાં પણ તમે સારું પર્ફૉર્મ કરી શકશો.
તમારા એક્સેન્ટ પર કરો કામ
ફૉરેન લેન્ગ્વેજમાં કરિઅર બનાવવા માગો છો તો તમારા એક્સેન્ટ પર સારી કમાન્ડ હોવી જોઈએ. જો એક્સેન્ટ સારું અને સ્પષ્ટ હશે તો તમે વધારે લોકો સાથે સારી રીતે ઇન્ટરેક્ટ કરી શકશો. આ સ્કિલ ડેવલપ કરવા માટે પોતાને પ્રેક્ટિકલી તૈયાર કરો. જો ફૉરેન લેન્ગ્વેજમાં કૉમ્યુનિકેટ કરવામાં મુશ્કેલી અનુભવાય છે તો તેના પર કામ કરો.
પોતાની વાત સમજાતા શીખો
તમારામાં વાતને સમજાવી શકવાની ક્ષમતા ખૂબ જ સારી હોવી જોઈએ. જ્યારે તમે વાતને સારી રીતે સમજાવી શકશો તો તેની કિંમત પણ વધશે. સાથે જ તમે પોતાને સારી રીતે રિપ્રેઝેન્ટ પણ કરી શકશો. આથી તમારા કરિઅરને નવી દિશા મળશે.
તરત વિચાર રજૂ કરવાની કળા
ફૉરેન લેન્ગ્વેજમાં કરિઅર બનાવવા માટે તરત વિચાર રજૂ કરવાની કળા હોવી જરૂરી છે. ક્યાંય પણ કોઈ મુશ્કેલી આતી હોય તો તેને તરત સૉલ્વ કરવાની સ્કિલ આવડવી જોઈએ. આથી તમે તમારી આ સ્કિલને વધારવા પર વધારે કામ કરવું.
બૉડી લેન્ગ્વેજ પણ કરે છે પ્રભાવિત
તમારી બૉડી લેન્ગ્વેજ પણ એ પ્રકારની હોવી જોઈએ કે કોઈપણ ઇન્સ્ટિટ્યૂટ કે કૉલેજમાં કે કોઈક કંપનીમાં જૉબ કરવા જાઓ તો લોકો તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય. બૉડી લેન્ગ્વેજ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તમે ક્લાસિસ પણ લઈ શકો છો.
વિષય પર મજબૂત પકડ
કરિઅરમાં સારી ગ્રોથ મેળવવા માટે ફૉરેન લેન્ગ્વેજની એડવાન્સ માહિતી હોવી જરૂરી છે. આથી બેઝિક કૉર્સ પછી એડવાન્સ કૉર્સ ચોક્કસ કરવી. આથી તમે બેઝિક્સ સિવાય પણ અન્ય જરૂરી સ્કિલ્સ પોતાનામાં ડેવલપ કરી શકો અને લોકોને મોટિવેટ પણ કરી શકશો.
ગ્રામર પર કરવું કામ
કોઈપણ ભાષા શીખવા માટે તેના વ્યાકરણ પર પકડ હોવી જરૂરી છે. વિદેશી ભાષા શીખવી પૂરતી નથી. તમારે તે ભાષાના વ્યાકરણ અને શબ્દોનો ઉપયોગ સારી રીતે કરતા આવડવો જોઈએ.
પોતાને રાખો પૉઝિટિવ
જો તમારું વર્તન પૉઝિટિવ છે તો આ તમારા કરિઅર માટે સારી સાઇન છે. પૉઝિટિવ બિહેવિયર દરેક જગ્યાએ તમને ઉંચાઈએ લઈ જાય છે. આ સેક્ટર માટે પણ પૉઝિટીવ એટિટ્યૂડ હોવું એટલું જ જરૂરી છે, જેટલું અન્ય ક્ષેત્રો માટે.
પડકારો ઝીલવાની આદત પાડવી
નવી ભાષા છે તો નવા લોકોનો સંપર્ક પણ થશે. શરૂઆતમાં કરિઅરમાં અનેક પ્રકારના પડકારો સામે આવશે. તેમનો આત્મવિશ્વાસ અને ધૈર્ય સાથે સામનો કરવો. કોઈપણ સ્થિતિમાં પેનિક કરવાને બદલે સૉલ્યૂશન વિશે વિચારવું.