ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ વહે છે. એના કારણે ઉપરવાસ અને હેઠવાસ એમ બન્ને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ એમાં પડી ગયેલા લોકોમાંથી એક જણ હજી લાપતા છે અને તેને શોધવા માટે ગઈ કાલે પણ શોધખોળ હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૨૦ વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે નરસિંહપુરા ગામના બાવીસ વર્ષના વિક્રમ નામના યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટના જ્યાં બની એ મુજપુર ગામ પાસેથી વહેતી મહીસાગર નદીના પ્રવાહની સ્થિતિ એવી છે કે એ બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ વહે છે. એના કારણે ઉપરવાસ અને હેઠવાસ એમ બન્ને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.

