કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ થયો. 7 વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનામાંથી કથકની તાલીમ લેવાની શરૂઆત કરીને આજે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ દ્વારા નવાજવામાં આવેલ 94 વર્ષીય કુમુદિની લાખિયાએ આજે વિશ્વને અલવિદા કહી દીધું છે.
કુમુદિની લાખિયાની તસવીરોનો કૉલાજ
કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ થયો. 7 વર્ષની ઉંમરે બિકાનેર ઘરાનામાંથી કથકની તાલીમ લેવાની શરૂઆત કરીને આજે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને તાજેતરમાં જ પદ્મ વિભૂષણ દ્વારા નવાજવામાં આવેલ 94 વર્ષીય કુમુદિની લાખિયાએ આજે વિશ્વને અલવિદા કહી દીધું છે.
કુમુદિની લાખિયાએ કદંબ સ્કૂલ ઑફ ડાન્સ એન્ડ મ્યૂઝિક, ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થાની 1967માં સ્થાપના કરી. કન્ટેમ્પરરી કથક નૃત્યના પાયોનીર ગણાતાં કુમુદિનીએ કથકને સોલો ડાન્સ ફૉર્મમાંથી ગ્રુપમાં ભજવી શકાય તેવા નૃત્ય તરીકેની નવી ઓળખ અપાવી.
ADVERTISEMENT
કુમુદિનીએ રામ ગોપાલ સાથે નૃત્ય કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેઓ પશ્ચિમના દેશોના પ્રવાસે ગયાં હતાં, જેનાથી ભારતીય નૃત્ય પહેલી વાર વિદેશના લોકોના ધ્યાનમાં આવ્યું અને પછી તે પોતે એક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર બન્યાં. તેમણે પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ પાસેથી અને પછી શંભુ મહારાજ પાસેથી નૃત્યની તાલીમ લીધી.
કુમુદિની લાખિયા બહુ-વ્યક્તિ નૃત્ય નિર્દેશન માટે જાણીતાં હતાં. તેમના કેટલાક સૌથી પ્રખ્યાત નૃત્ય નિર્દેશોમાં ધબકર (પલ્સ), યુગલ (ધ ડ્યુએટ), અને અતાહ કિમ (હવે ક્યાં?)નો સમાવેશ થાય છે, જે તેમણે 1980માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવમાં રજૂ કરી હતી. તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાન (1981)માં પણ કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું.
તેઓ ઘણાં શિષ્યોનાં ગુરુ હતાં, જેમાં કથક નૃત્યકારો અદિતિ મંગળદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઉર્જા ઠાકોર અને પારુલ શાહનો સમાવેશ થાય છે.
તેમણે રજનીકાંત લાખિયા સાથે લગ્ન કર્યા, જેઓ લિંકન્સ ઇનમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યા હતા અને રામ ગોપાલ કંપનીમાં વાયોલિનવાદક હતા અને 1960માં અમદાવાદ રહેવા ગયા. તેમને એક પુત્ર શ્રીરાજ અને એક પુત્રી મૈત્રેયી છે.
કુમુદિની લાખિયાને ભારત સરકારે 1987માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા ત્યાર બાદ તેમને 2010માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા અને વર્ષ 2025માં કળા ક્ષેત્રે તેમના પ્રદાન માટે તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા.
કુમુદિની લાખિયા ખૂબ જ ઉમદા નૃત્યાંગના તો હતાં જ પણ સાથે તેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત કોરિયોગ્રાફર અને કદંબ સ્કૂલ ઑફ ડાન્સ એન્ડ મ્યૂઝિકના ફાઉન્ડર તેમજર ડિરેક્ટર પણ હતાં. ગુજરાતી પદ્મ વિજેતાઓમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું. કુમુદિની લાખિયા એક એવા નૃત્યાંગના હતાં જેમને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ આમ ત્રણેય પદ્મ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.
કુમુદિની લાખિયાએ કોરિયોગ્રાફ કરેલા નૃત્ય અને તેમની કારકિર્દીની વાત કરીએ તો "ઠુમરીમાં ભિન્નતા" (1969), "વેણુ નાદ" (1970), "ભજન" (1985) "હોરી" (1970), "કોલાહાલ" (1971), "દુવિધા" (1971), "ધબકાર" (1973), "યુગલ" (1976), "ઉમરાવ જાન" (1981), "અતાહ કિમ" (1982), "ઓખા હરણ" (1990), "હુણ-નારી" (1993), "ગોલ્ડન ચેઇન્સ" (નીના ગુપ્તા, લંડન માટે), "સામ સંવેદન" (1993), "સમન્વય" (2003), "ભાવ ક્રિડા" (1999), "ફેધર ક્લોથ - હાગોરોમો" (2006), "મુશ્ટી" (2005) સિવાય અનેક અન્ય નોંધપાત્ર કોરિયોગ્રાફી કરી છે.

