Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના ગામમાં યોજાઈ અનોખી સાડીદોડ

ગુજરાતના ગામમાં યોજાઈ અનોખી સાડીદોડ

Published : 22 August, 2026 10:01 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોડેલીમાં સાડી પહેરીને દોડી નગર અને ગામોની મહિલાઓ : ૧૫૦૦ જેટલી મહિલાઓએ ફિટનેસ, મહિલાશક્તિ અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

કલેક્ટર ગાર્ગી જૈને પણ દોડમાં જોડાઈને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કલેક્ટર ગાર્ગી જૈને પણ દોડમાં જોડાઈને મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.


મધ્ય ગુજરાતના અંતરિયાળ વિસ્તાર બોડેલીમાં અનોખી સાડીદોડ યોજાઈ હતી જેમાં બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના જુદા-જુદા તાલુકાઓનાં નગરો અને ગામોની અંદાજે ૧૫૦૦ જેટલી મહિલાઓ સાડી પહેરીને સાડીદોડમાં ઉત્સાહભેર જોડાઈ હતી. છોટાઉદેપુર જિલ્લાનાં કલેક્ટર ગાર્ગી જૈન પણ સાડીદોડમાં જોડાઈને દોડ્યાં હતાં અને મહિલાઓને પ્રોત્સાહિત કરવા સાથે તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.   

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા સાથે મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા માટે મહિલા સશક્તીકરણના મેસેજ સાથે છોટાઉદેપુર જિલ્લાનાં કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શનમાં બોડેલીમાં સ્વસ્થ નારી, સશક્ત સમાજના સૂત્ર સાથે સાડીદોડ યોજાઈ હતી. બોડેલીના સેવા સદનથી લઈને અલીપુરા ચોકડી સુધી એક કિલોમીટરની આ સાડીદોડમાં બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકાઓની અંદાજે ૧૫૦૦ જેટલી મહિલાઓ પરંપરાગત સાડી પહેરીને દોડમાં ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઓળખ સમી સાડી પહેરીને ગામો તેમ જ નગરોની મહિલાઓએ પોતાની ફિટનેસ, શક્તિ અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ દોડમાં યુવતીઓ તેમ જ સિનિયર સિટિઝન મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને એક કિલોમીટર સુધી દોડી હતી. માર્ગ પર સૌ કોઈએ આ મહિલાઓને વધાવી હતી.



દોડના માર્ગ પર વિવિધ કાર્ટૂન કૅરૅક્ટર્સે મહિલાઓનું મનોરંજન કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દોડ પૂરી થયા બાદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત તમામ મહિલાઓએ મ્યુઝિકના તાલે ઝૂમીને ખુશી મનાવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 10:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK